Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કેટલાને અટકાયતમાં લીધા, કેટલાને રાજયની બહારની જેલોમાં મોકલ્યાઃ પોતાનાઓની તલાશમાં લાગ્યા કાશ્મીરીઓ

કાશ્મીર: આજે બાવન દિવસ પછી પણ ઘણા કાશ્મીરઓ એ તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે કે એમના પોતાના તથા સગા સબંધીઓને અટકાયતમાં લઇ કયાં રાખવામાં આવ્યા છે. કાશ્મીરમાં આ આંકડા પણ હજુ સુધી સ્પષ્ટ નથી થયા કે કાશ્મીરમાં કેટલા લોકોને અટકાયતમાં લેવાાં આવ્યા છે. અને કેટલાને રાજયની બહારની જેલોમાં મોકલવામાં આવ્યા છે.

જો કે એક  સ્ટડી ગ્રુપ દ્વારા આ  બાવન દિવસોમાં કાશ્મીરના વિભિનન વિસ્તારોમાંથી ૧૩ હજાર બાળકોની અટકાયતના આંકડા પ્રતિ રહસ્યોદઘાટન કર્યા પછી રાજય પ્રશાસનમાં હડકમ્પ થયો છે. આંકડાના દાવા પર વિશ્વાસ કરવો જ પડતો હતો.

ધરપકડ થયેલા સ્થાયી અને અસ્થાયી જેલોમાં બંધ થવા વાળાના આંકડા પણ રહસ્ય છે. પ્રશાસન કયારેક સંતુર હોટલની અસ્થાયી જેલોમાં બંધ લોકોની સંખ્યા ૬૦ બતાવતા હતા. તો કયારેક ૪૦૦ પણ બતાવતા હતા.

આ હાલત રાજયની વિભિન્ન જેલોની પણ હતી. આમા જમ્મુની જેલો પણ સામેલ છે. જયાં પોતાને  મળવા આવનારની સંખ્યામાં વધારો થયો એક વાત એ પણ છે કે ઘણાને પોતાનાની જાણકારી મળતી ન હતી.

આવી જ હાલત રાજયની બહારની જેલોમાં શિફટ કરવામાં આવેલ કાશ્મીરીઓની સંખ્યા બાબતે છે. આમા રાજનેતા પણ છે વકીલ પણ છે અને બિઝનેશમેનો પણ છે. રાજય બહારની જેલોમાં કેટલા કાશ્મીરી મોકલવામાં આવ્યા છે કોઇ જ સતાવાર આંકડા મળ્યા નથી. કાશ્મીર પ્રત્યે એક કડવું સત્ય એ છે કે બાવન દિવસો પછી પણ બધુ ઠીકઠાક છે નો રાગ સમાપત નથી થયો. લોકોનો રોષ જોઇ શકાય છે.

 

(12:04 am IST)