Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કાશ્મીરમાં પ૦ હજાર મંદિર બંધ હોવાના આંકડા પરેશાની કરનારા છે

કાશ્મીર: કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા  કાશ્મીરમાં બંધ પડેલ મંદિરો  અંગે આપવામાં આવેલ આંકડો પ૦ હજારનો  બધા માટે હેરાનગતિ પ્રગટ કરનારો છે. કારણ આને બીજા કોઇ નહી પણ ભાજપના નેતા પણ સ્વીકારવા રાજી નથી.

આ આંકડાના ખુલાસા પછી જમ્મુ-કાશ્મીરમાં એક નવી ચર્ચાનો પ્રારંભ થઇ ચુકયો છે.  કાશ્મીરમાં મંદિરોમા તોડ-ફોડ ને કારણે ૭૦ વર્ષમાં બંધ થઇ ચુકયા છે. આના પ્રત્યે ખ્યાલ પણ નથી આવ્યો.

આ સત્ય છે કે  કાશ્મીરમાં મંદિરોને લઇ હંમેશા શોરબકોર થઇ રહ્યો છે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતુ કે બધી રાજનૈતિક પાર્ટીઓ બાબરી વિશે બોલે છે પણ કાશ્મીરમાં તોડવામા આવેલા પપ મંદિરો વિશે કાંઇ ન કહ્યું.

બાબરી મસ્જિદ તુટયા પછી  થોડા મહિના પછી અડવાણીએ કહ્ય ૪૦ મંંદિર તોડવામા આવ્યા. બધા ચૂપ રહ્યા. ભાજપના તત્કાલિન મહાસચિવ કેદારનાથ સાહનીએ સેંકડો મંદિરો તુટયાનો દાવો કર્યો છે. ભાજપના કેન્દ્રીય દફતરએ સંખ્યા ૪૬ બતાવી છે.  મહત્વપૂર્ણ વાત એ છે કે કાશ્મીરમાં મંદિર તુટયા છે.

ભાજપ દ્વારા કાશ્મીરમાં જે મંદિરો તેાડવામા આવેલા છે તે મંદિરોની યાદી બનાવવામા આવી જેમાં સંખ્યામાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ર૩ મંદિર એવા હતા જેમાં કાંઇ નુકશાન થયુ ન હતુ.

જો કાશ્મીરના મંદિરોની વાત કરીએ તો  ઘણા મુખ્ય મંદિરોમાં આજે પણ પુા અર્ચના ચાલુ છે. આમાં શ્રીનગરનું શંકરાચાર્ય મંદિર, ગણપત્યાર મંદિર અને તુલમુલાનુ ક્ષીર ભવાની મંદિર છે.

જો કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીના આંકડા પર વિશ્વાસ કરીએ તો ૧૯૯૦ માં કાશ્મીરથી પલાયન કરનારા બે થી અઢી લાખ કાશ્મીરી પંડિતં પરિવારોમાંથી પ્રત્યેક ચાર પરિવાર પાસે એક મંદિર હોવું જોઇએ. પુરા કાશ્મીરમાં પ૦ હજાર મંદિરો છે. અને એક મોટી સંખ્યામાં મુસ્લિમ વિસ્તારોમાં છે. જેની દેખભાળ કરવામાં મુસ્લિમ પણ પોતાની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આમાં પૂંછનુ બુઢા અમરનાથનું મંદિર પણ છે.

 

(10:55 pm IST)