Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ખતરો દ્વાર પરઃ જમ્મુ શહેરમાં સેનાનું તલાશી અભિયાનથી લોકોમો દહેશત ફેલાવી

જાસૂસી સંસ્થાઓની સૂચના પછી સેનાના જવાનો દ્વારા શહેરના પોશ વિસ્તાર  ત્રિકુટાનગરમાં પોલીસને જાણ કર્યા વગર ચલાવવામા આવેલ આ તલાશી અભિયાનથી જમ્મુમાં દહેશત ફેલાયેલ છે.

સેનાના જણાવ્યા મુજબ જૈસ-એ-મહમદના આતંકીઓ છુપાયા હોવાના સમાચારો મળ્યા હતા જે પછી આ અભિયાનને અંજામ આપવામાં આવ્યો હતો.

એજન્સીઓની સૂચના મુજબ ૬૦ આસપાસ આતંકીઓ ઘૂસણખોરી કરી ચુકયા છે. જેના નિશાના ઉપર જમ્મુ, પઠાણકોટ, શ્રીનગર તથા લેહના વિમાની મથકો અને સૈન્યના સ્થળો છે. આતંકીઓની ઘુસણખોરીનો દાવો પોલીસ મહાનિર્દેશકથી લઇને સેના અધ્યક્ષ પણ કરી રહ્યા છે.

છેલ્લા એક સપ્તાહથી પઠાણકોટ જમ્મુ-નેશનલ હાઇવે પર માહોલ અને સફર  દેહશતમંદ એટલા માટે છે કે સુરક્ષા એજન્સી કહે છે કે આતંકી આ રાજમાર્ગને નિશાન બનાવી શકે છે. રાજમાર્ગ પર આવેલ સૈન્ય સ્થળો, પોલીસ સ્ટેશનો તથા રેલની પટરીઓને નુકશાન કરી ચુકયા છે.

જમ્મુ પહેલેથી જ મંદીનો માર ઝીલી રહ્યું છે.  તલાશી અભિયાનએ જમ્મુને ખામોશીભર્યુ બનાવી દીધુ છે. તલાશી અભિયાન અન્ય વિસ્તારમાં પણ ચલાવવામાં આવ્યું છે. આ વાત અલગ છે કે તલાશી અભિયાન દરમ્યાન કંઇપણ હાથ લાગ્યુ નથી.

તલાશી  અભિયાનને લઇ વૈષ્ણોદેવીની યાત્રાએ આવતા યાત્રીઓમાં ઘટાડો થયો છે. ધારા ૩૭૦ હટયા પછી રાજયમાં આવતા પર્યટકોની સંખ્યામા જંગી ઘટાડો થયો છે. રવિવારથી શરૃ થતી નવરાત્રિ પર આશા હતી જે તલાશી અભિયાન અને આતંકી ષડયંત્રોને લઇ ચિત્ર ધૂંધળુ બન્યુ છે.

(10:41 pm IST)