Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

હવે લોખંડી પુરુષ સરદાર પટેલના નામ પરથી સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મળશે

વડાપ્રધાન વડે એક પુરસ્કાર સમિતિનું ગઠન કરવામાં આવશે

 

નવી દિલ્હી : સરકારે ભારતની એકતા અને અખંડીતતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શરુ કર્યો છે. ગૃહ મંત્રાલય મુજબ પુરસ્કારમાં એક પદક અને એક પ્રશસ્તિ પત્ર મળશે. સન્માન અપવાદ સિવાય મરણોપરાંત નહિ આપવામાં આવે. પુરસ્કાર સાથે કોઈ રૂપિયા અથવા બીજો એવોર્ડ નહિ આપવામાં આવે અને એક વર્ષમાં ત્રણથી વધુ પુરસ્કાર નહિ આપવામાં આવે.

પુરસ્કારની ઘોષણા ૩૧ ઓક્ટોબરે અર્થાત સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે; રાષ્ટ્રીય એકતા દિનના દિવસે કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વડે રાષ્ટ્રીય એકતા પુરસ્કાર શરુ કરવાની સુચના પહેલેથી આપવામાં આવી હતી. પુરસ્કારનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને પ્રોત્સાહન આપીને મજબુત અને અખંડ ભારતના મુલ્યોને સુદ્રઢમાં નોંધનીય ફાળો અને પ્રેરક યોગદાન આપનાર વ્યક્તિને સન્માનિત કરવાનો છે.

વડાપ્રધાન  વડે એક પુરસ્કાર સમિતિનું ગઠન કરવામાં આવશે જેમાં મંત્રી મંડળના સચિવ, વડાપ્રધાનના સચિવ, રાષ્ટ્રપતિના સચિવ, ગૃહ સચિવ તેના સભ્યો હશે, ઉપરાંત વડાપ્રધાને નીમેલા ત્રણ ચાર વ્યક્તિઓ પણ તેના સભ્યો હશે.

ભારતનું કોઈપણ સંગઠન, સંસ્થા, વ્યક્તિ બીજાને અથવા પોતાને માટે નોમીનેટ કરી શકે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ નામો મોકલી શકે છે. આવેદનો ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર સબમિટ કરી શકાશે.

(10:09 pm IST)