Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

હવે ઓલમ્પિક પદક વિજેતા યોગેશ્વર દત્ત ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા : વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાને મળ્યા યોગેશ્વર દત્ત

 

નવી દિલ્હી : ગીતા ફોગાટ બાદ હવે ઓલમ્પિક પદક વિજેતા યોગેશ્વર દત્ત ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. અને આવતા મહિને થનારી વિધાનસભા ચૂંટણામાં ઉમેદવાર પણ બની શકે છે.

    ભાજપનાં સૂત્રોએ બુધવારે જણાવ્યુ હતુકે, 2012ના ઓલમ્પિક રમતોમાં કાંસ્ય પદક વિજેતા દત્ત હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી લોકસભા ટિકિટનાં દાવેદાર પણ હતા. પાર્ટીનાં રાજ્ય એકમે તેમના નામની ભલામણ પણ કરી છે.

હરિયાણામાં રહેતા કુસ્તીબાજ  અહીં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાને મળ્યા હતા અને તેમણે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી હતી.

(10:08 pm IST)