Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પ્રોવિડેન્ટ ફંડના પૂરેપૂરા પૈસા રાષ્‍ટ્રીય પેન્શન સિસ્ટમ દ્વારા સ્ટોક માર્કેટમાં લગાવી દેવાનો ટૂંક સમયમાં વિકલ્પ મળવાની શક્યતા

નવી દિલ્હી: ટૂંક સમયમાં જ આ વિકલ્પ મળી શકે છે. તમે તમારા પ્રોવિડેન્ટ ફંડ (EPFO) ના પુરા પૈસા રાષ્ટ્રીય પેંશન સિસ્ટમ (NPS) દ્વારા સ્ટોક માર્કેટમાં લગાવી શકો છો. એટલું જ નહી નવી નોકરી જોઇન કરતી વખતે તમને પૂછવામાં આવશે કે ઇપીએફ સ્કીમ લેવી છે અથવા એનપીએસ. આ મહત્વપૂર્ણ મુદ્દે શ્રમ મંત્રાલયમાં મંગળવારે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. સરકાર આ નિર્ણયના પક્ષમાં છે અને પ્રથમ ડ્રાફ જાહેર કરતી વખતે પણ આ પ્રક્રિયાને જલદી લાગૂ કરવાની ભલામણ કરતી રહી છે. 

નેશનલ પેન્શન સિસ્ટમ એટલે એનપીએસ એક સરકારી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે, જેને કેંદ્વ સરકારે 1 જાન્યુઆરી 2004ના રોજ લોન્ચ કરી હતી. 1 જાન્યુઆરી 2004 બાદ જોઇન કરનાર બધા સરકારી કર્મચારી માટે આ યોજના અનિવાર્ય છે. વર્ષ 2019 પછી આ યોજનાને પ્રાઇવેટ સેક્ટર કામ કરનાર લોકો માટે પણ ખોલી દેવામાં આવી છે.

પીએફના પુરા પૈસા NPS માં ટ્રાંસફર કરવાનો વિકલ્પ મળી શકે છે. નવી નોકરી જોઇન કરતાં એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ સ્ક્રીમ અથવા નેશનલ પેંશન સ્ક્રીમને સિલેક્ટ કરવાનો વિકલ્પ.

શું હોય છે EPF?

EPFની રકમ દરેક કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે. બેસિક સેલરીના 12 ટકા કર્મચારીના પગારમાં EPFમાં જમા થાય છે. 12 ટકા કંપની પણ આપે છે, જેમાં 8.33 ટકા તમારી પેંશન સ્કીમ (EPS) એકાઉન્ટમાં અને બાકીના 3.67 ટકા EPF માં જમા થાય છે. 

જો કોઇ કંપનીમાં 20 ટકાથી વધુ કર્મચારી કામ કરે છે તો તેને EPF લાગૂ કરવો પડશે. નાણાકીય વર્ષ 2018-19માં EPF પર વ્યાજ દર વધારીને 8.65 ટકા કરી દેવામાં આવ્યું છે. જ્યારે નોકરી બદલો છો ત્યારે જૂના પીએફ એકાઉન્ટને બંધ કરાવી શકો છો અથવા પછી તેને ટ્રાંસફર પણ કરાવી શકો છો, આ રકમનો કેટલોક ભાગ ઉપાડી પણ શકાય છે.

શું હોય છે GPF?

જનરલ પ્રોવિડેન્ટ ફંડ ફક્ત સરકારી કર્મચારીઓ માટે હોય છે. પ્રાઇવેટ કર્મચારીઓ માટે EPF હોય છે. GPF પર 8 ટકા વ્યાજ દર મળે છે. જો કોઇ સરકારી કર્મચારી સસ્પેંડ થઇ જાય છે તો તે GPF માં જમા કરાવી શકતો નથી. જ્યારે કોઇ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય છે તો, નિવૃતિના ત્રણ મહિના પહેલાં GPF એકાઉન્ટ બંધ થઇ જાય છે. તેના પર હાલમાં 8 ટકા વ્યાજ મળે છે. સરકારી કર્મચારી તેની અવેજમાં એડવાન્સ લોન પણ ઉઠાવી શકે છે, જેના લીધે તેને વ્યાજ ચૂકવવું પડતું નથી. લોનની રકમ EMI ના રૂપમાં ચૂક્વવાની હોય છે.

શું હોય છે PPF?

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ બેંકો અને પોસ્ટની માફક ઓફર કરવામાં આવે છે. આ રોકાણનું સાધન છે જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. તેના હેઠળ જેટલું રોકાણ કરવામાં આવે છે તે 80C હેઠળ આવે છે અને ઇનકમ ટેક્સમાં રાહત મળે છે. હાલમાં તેના પર 8 ટકા વ્યાજ દર મળે છે. 

(5:09 pm IST)