Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભારત અને અમેરિકા વચ્ચે ૬૦ અરબ ડોલરનો વેપાર થશેઃ ૫૦,૦૦૦ નોકરીઓનું સર્જન થશે

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ  મંગળવારે કહ્યું કે ભારત અને અમેરિકા ખૂબ જલદી એક બિઝનેસ કરાર પર પહોંચવાના છે અને બંને પક્ષોની ટીમો એક સીમિત વેપાર પેકેજ (લિમિટેડ ટ્રેડ પેકેજ) પર વાતચીત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સાથે દ્વિપક્ષીય વાર્તા શરૂ થતાં પહેલાં ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું વેપાર કરાર થવાના છે. તેના પર તેમણે કહ્યું કે 'મને લાગે છે ખૂબ જલદી' તેમણે કહ્યું  ''અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. અમેરિકી વેપાર પ્રતિનિધિ બોબ લાઇટહાઇઝર અહીં ઉપલબ્ધ છે, તે ભારત અને તેમના સક્ષમ પ્રતિનિધિઓ સાથે કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર પર પહોંચી જશે.

(4:37 pm IST)