Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઇવીએમમાં છેડછાડ થઇ શકે છે

ભૂતપૂર્વ ચુંટણી અધિકારીનું સનસનાટી પુર્ણ બયાન

નવી દિલ્હી તા. રપઃ ભૂતપૂર્વ આઇએએસ અધિકારી કન્નન ગોપીનાથે ગઇકાલે દાવો કર્યો હતો કે પેપર ટ્રેલ મશીનો એ ઇવીએમને છેડછાડની ચપેટમાં લઇ લીધું છે. ર૦૧ર બેચના અધિકારી રહી ચુકેલા ગોપીનાથે હમણાં જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે ર૦૧૭ની ગોવા વિધાનસભાની ચુંટણીઓ પછીથી બધા ઇવીએમ સાથે વીવીપેટ મશીનોનો ઉપયોગ કરાયો છે.

કોર્ટના આદેશો અનુસાર આ વર્ષે લોકસભા ચુંટણી દરમ્યાન ચુંટણી પંચે ઇવીએમની સાથે વીવીપેટનો પણ ઉપયોગ કર્યો હતો. ગોપીનાથનો દાવો છે કે વીવીપેટ મશીનોમાં છેડછાડની શકયતા સૌથી વધારે હોય છે. ચુંટણી પંચે હજુ સુધી ગોપીનાથના આક્ષેપોનો જવાબ નથી આપ્યો.

લોકસભા ચુંટણી દરમ્યાન દાદરા અને નગરહવેલીમાં ચુંટણી અધિકારી રહેલા ગોપીનાથે ફેબ્રુઆરી ર૦૧૯માં ચુંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ''મેન્યુઅલ ઓન ઇલેકટ્રોનીક વોટીંગ મશીન એન્ડ વીવીપેટ''ની નવી આવૃતિનો ઉલ્લેખ કરતાં કહ્યું, ''વીવીપેટે ઇવીએમના કવચમાં એક છીદ્ર કરી નાખ્યું છે અને આ પ્રક્રિયાને હેકીંગ માટે જવાબદાર બનાવી દીધી છે.''

(4:02 pm IST)