Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કેન્દ્રિય પ્રધાન અને ભાજપા સાંસદનું પરાક્રમ

અશ્વિનીકુમારે એક પોલિસ કર્મચારીને જાહેરમાં બેફામ લબલબાવતા હોબાળો

પટણા :બિહારમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપા સાંસદ અશ્વિની કુમારે જનતા દરબાર કાર્યક્રમમાં એક પોલિસ કર્મચારીને સખત રીતે ખખડાવી નાખ્યો હતો. બકસરના ડુમરાંવમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોૈબેએ પોલીસ કર્મચારીને જાહેરમાં વર્દી ઉતારવાની ધમકી આપતા ઘણું બધું કહયું હતું. પોલિસ કર્મચારી સાથેના સંવાદનો વિડીયો બહાર આવ્યા પછી પ્રધાનની ફજેતી થઇ રહી છે.

ભાજપના  એક કાર્યકર્તાનું નામ પોલિસે ગુંડા રજીસ્ટરમાં નોંધ્યું હતું આ બાબતે તેણે પ્રધાનને ફરિયાદ કરી હતી. ત્યારપછી ભડકેલા અશ્વિની ચોૈબેએ પોલીસવાળાને જાહેરમાં જનતા દરબાર દરમ્યાન ખખડાવી નાખ્યો હતો. આ પ્રધાન પહેલા પણ વિવાદોમાં ઘેરાઇ ચુકયા છે. લોકસભા ચૂંટણી વખતે પણ તેમનો એક વીડીઓ જાહેર થયો હતો, જેમાં તે એસ.ડી.એમ. ને ખખડાવતા જોવા મળ્યા હતા.

(4:00 pm IST)