Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી યુવતીની ધરપકડ

૧૪ દિવસ માટે જેલ મોકલાઇઃ આગોતરા જામીન પર સુનાવણી આવતીકાલે

શાહજહાં, તા.૨પઃ યૂપીના શાહજહાંપુરમાં કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી પીડિત યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને સ્થઆનિક કોર્ટે ૧૪ દિવસ માટે જેલ મોકલી દીધી છે. સ્વામી ચિન્મયાનંદે પીડિત યુવતી પર રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે.

પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી પીડિત યુવતીની SIT એ બુધવારે ધરપકડ કરી લીધી છે. યુવતીની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. યુવતી પર આરોપ લગાવ્યા બાદ એક વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ પોલીસે પીડિત યુવતી અને તેના અન્ય ૩ સાથીદારો પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.ઙ્ગ

ધરપકડ પર ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી યુવતીને એમની પાસેથી પૈસા માંગવાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરી લીધી છે.ઙ્ગ

આ પહેલા સ્વામી ચિન્મયાનંદે રૂપિયા પાંચ કરોડની ઙ્ગમાંગણી કરવાના મામલે ફરિયાદ કરતા SITઅ પીડિતાના દોસ્ત વિક્રમ અને સચિનને રિમાન્ડ પર લીધા હતા. કોર્ટે SITના આરોપીઓના ૯૫ કલાકના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા.ઙ્ગ

પીડિતાના મિત્રોને રિમાન્ડ પર લીધા બાદ પીડિત યુવતીની ધરપકડની શંકા વધી હતી. તો ફરિયાદકર્તા પીડિતાએ કોર્ટમાં આગોતરા જામીન માટે પણ અરજી દાખલ કરી છે. જે અંતર્ગત આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

ફરિયાદકર્તા યુવતીએ કોર્ટમાં અગ્રિમ જામીન માટે અરજી દાખલ કરી, પરંતુ કોર્ટે ૨૬ સપ્ટેમ્બર પહેલા સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આરોપ લગાવનાર યુવતીની ધરપકડની શકયતા વધી ગઇ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર એસઆઇટી આ મામલાની તપાસ કરી રહી છે.ઙ્ગ

આ કેસમાં એસઆઇટીને એક ગુમ મોબાઇલ ફોન પણ જપ્ત કરવાનો છે. આ વાતને આધાર બનાવીને એસઆઇટીએ ફરિયાદકર્તા છોકરીના બે મિત્રો વિક્રમ અને સચિનને મંગળવારે રિમાન્ડ પર લીધા હતા.ઙ્ગ

જો કે એફઆઇઆરમાં નામ આવ્યા બાદ ફરિયાદકર્તા છોકરીના પરિવાર વાળા પણ કાયદાકીય પ્રયત્નોમાં લાગેલા છે. ફરિયાદકર્તા યુવતીએ પોતાના વકીલની સાથે જઇને ખુદ અગ્રિમ જામીન માટે અલ્હાબાદ હાઇકોર્ટની સામે મંગળવારે અરજી દાખલ કરી.

(3:59 pm IST)