Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કાશ્મીર મામલે ટ્રમ્પ પાસે ભીખ નથી માંગી

ઇમરાનની ટંગડી ઉંચીને ઉચીઃ કાશ્મીર મામલે મળ્યો ડિંગો

નવી દિલ્હી, તા.૨૫: સંયુકત રાષ્ટ્રમાં અત્યાર સુધી કાશ્મીર પર પ્રોપેગેન્ડા ફેલાવમાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને હવે સફાઇ પણ આપવી પડી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાતમાં કંઇ નવું ના નીકળ્યું તો ઇમરાનને કહેવું પડ્યું કે તેમણે કોઇની પાસે ભીખ માંગી નથી. પત્રકારોની સામે એક બાજુ તેમણે મુસ્લિમ દાવ ચલાવ્યો તો બીજીબાજુ એમ પણ કહી દીધું કે તેઓ ભારત પર પ્રહારો કરી શકતા નથી.

જો કે સંયુકત રાષ્ટ્ર હેડકવાર્ટરમાં પત્રકાર પરિષદ દરમ્યાન મંગળવારના રોજ પાકિસ્તાનના એક પત્રકારે પ્રશ્ન કર્યો કે ભારત અને અમેરિકાની દોસ્તી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વલણ પરથી એવું લાગી રહ્યું નથી કે તેઓ કાશ્મીર પર પાકિસ્તાનનું સાંભળશે તો એવામાં તમે (ઇમરાન ખાન) આગળ શું કરશો? આ પ્રશ્ન કદાચ ઇમરાન ખાન વ્યવસ્થિત રીતે સાંભળી શકશે નહીં અને પોતાની વાતને ભીખ માંગવાનું સમજી બેઠા. તેના પર તેમણે ઝટ કરતાં પત્રકારોને કહ્યું કે તમે શું એ કહો છો કે મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાસે ભીખ માંગી છે? જયારે પત્રકારે કહ્યું નહીં તો પાકિસ્તાન પીએમ બોલ્યા, 'ઓહ! થેન્કસ. મેં કોઇની સામે ભીખ માંગી નથી.'

જો કે કાશ્મીર પર ઇમરાનનો પ્રોપેગેન્ડા દુનિયા સમજી ચૂકયું છે. એવામાં કોઇપણ દેશ તેમનું સાંભળી રહ્યા નથી. પત્રકાર પરિષદ દરમ્યાન ઇમરાને મુસ્લિમ દાવ પણ ચલાવાની કોશિષ કરી. પોતાનું દર્દ સામે રાખતા પાકિસ્તાન પીએમે કહ્યું કે તેઓ આ બાબતમાં આંતરરાષ્ટ્રીય સમુદાયના વલણથી ખૂબ નિરાશા છે. કાશ્મીરને લઇ તેમણે કહ્યું કે જો મુસ્લિમોની જગ્યા અમેરિકન, યહુદી, યુરોપિયન હોત તો દુનિયાભરના દેશ ચુપ ના રહેત.

પાકિસ્તાન પીએમ એ પણ કહ્યું કે તેમને ખબર પડી કે દુનિયાનું વલણ આવું કેમ છે. ઇમરાને કહ્યું કે જો કે દુનિયા ભારતને એક મોટા માર્કેટ તરીકે જોઇ રહ્યું છે. જયાં ૧.૩ અબજ લોકો રહે છે.  એક અન્ય પાકિસ્તાની પત્રકારે જયારે આગળનો વિકલ્પ શું, પર પ્રશ્ન કર્યો તો ઇમરાન કહ્યું કે આપણે ભારત પર હુમલો ના કરી શકીએ. આ કોઇ વિકલ્પ નથી. આ સિવાય દરેક શકય કોશિષ કરી રહ્યા છીએ.

(3:56 pm IST)