Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મધ્ય પ્રદેશમાં દેશનું સૌથી મોટુ સેકસ કૌભાંડઃ નેતા-બાબુ-એકટ્રેસ વગેરેની ઉંઘ હરામ

૪૦૦૦ જેટલી ફાઇલો તપાસ એજન્સીઓને મળી

ફાઇલોમાં અધિકારીઓના સેકસ ચેટીંગ, યૌન સંબંધ બનાવતા ન્યુર્ડ ફોટો, ઓડીયો કલીપ છેઃ ભોપાલ  તા. રપ :.. દેશનું  દિલ કહેનારા મધ્ય પ્રદેશમાં હનીટ્રેપ રેકેટના ખુલાસાથી અનેક દિગ્ગજ નેતાઓ અને અધિકારીઓ તેમજ વેપારીઓની નીંદર ઉડાવી દિધી છે.  દેશનું સૌથી મોટું બ્લેકમેલિંગ સેકસ સ્કેન્ડલ કહેવાતા આ મામલા સાથે જોડાયેલી ૪૦૦૦ ફાઇલો તપાસ એજન્સીઓને મળી ચુકી છે. અને ફાઇલો હજુ પણ મળવાની સતત ચાલુ છે. આ ફાઇલોમાં અધિકારીઓના સેકસચેટ, યૌનસંબંધ બનાવતા ન્યુડ વિડીયો અને ઓડીયો કિલપ સામેલ છે.

આ હનીટ્રેપ જાળની સરગાણા શ્વેતા જૈન અને તેમના સાથીઓના લેપટોપ અને મોબાઇલમાંથી મળેલા વિડીયો અને અન્ય પુરાવાની તપાસ ચાલુ છે. તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ કહયું કે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ આ સ્કેન્ડલ દેશમાં સોૈથી મોટુ ''બ્લેકમેલિંગ માટે સેકસ સ્કેન્ડલ બનીને સામે આવી રહયું  છે. અધિકારીઓએ જણાવ્યું કે જે રીતે મામલા સામે આવી રહયા છે તેમને લાગે છે કે ડિજીટલ ફાઇલોની સંખ્યા પ હજાર પાર કરશે.

આ રેકેટમાં પણ બી ગ્રેડ મુવીની અનેક એકટ્રેસના નામ પણ સામે આવી રહ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ હની ટ્રેપની જાળ ૪ રાજયો સુધી ફેલાયેલી હતી, એવી ચર્ચા છે કે શીર્ષ ઐવૈધાનિક પદોને સુશોભિત કરી ચુકેલા મધ્ય પ્રદેશના અનેક દિગ્ગજો શિકાર બની ચુકયા છે.

(3:54 pm IST)