Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શિવસેના અને ભાજપ વચ્ચે સીટોનો ડખો વધ્યો !: અમિતભાઇ શાહે રદ કરી દીધો મહારાષ્ટ્ર પ્રવાસ

બેઠક ફાળવણીનો ઉકેલ આવ્યા બાદ અમિતભાઇ શાહની હાજરીમાં પ્રેસ કોન્ફ્રન્સ કરવાના હતા

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે પરંતુ હજુ સુધી સત્તાધારી ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની સ્થિતિ સ્પષ્ટ થઇ નથી. આ અગાઉ માનવામાં આવી રહ્યું હતું કે બેઠક ફાળવણી મુદ્દે ઉકેલ આવી જતા અમિતભાઈ  શાહની હાજરીમાં મુંબઈ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જો કે હવે પ્રાપ્ત માહિતી અનુસાર અમિતભાઈ  શાહે મુંબઈ પ્રવાસ રદ કરી દીધો છે.

   આ અગાઉ ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે વધતી જતી બેચેની મામલે શિવસેના નેતા સંજય રાઉતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભાજપ - શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી કરવી ભારત - પાકિસ્તાનના ભાગલા કરતા વધુ ભયંકર છે.

  આ નિવેદનને કારણે ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે બેઠક ફાળવણી મુદ્દે ફરી વિવાદ થયો છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે, અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. આ અગાઉ લોકસભા ચૂંટણીમાં પણ બેઠક ફાળવણી મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો

(1:12 pm IST)