Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પતિથી પીડિત હિન્દુ તેમજ મુસ્લિમ મહિલાઓને યોગી સરકાર વાર્ષિક 6000ની સહાયતા કરશે

ત્રિપલ તલાકથી પીડિત મહિલાઓનો કેસ રાજ્યસરકાર લડશે : ત્રિપલ તલાકથી પીડિત રાષ્ટ્રિય મહિલા ખેલાડી સુમેલા જાવેદને નોકરી મળશે:

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે રાજ્યની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ કહ્યું કે પતિથી પીડિત હિન્દુ કે મુસ્લિમ મહિલાઓને 6000 રૂપિયા વાર્ષિક સહાયતા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે.

યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકથી પિડત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન આયોજિત ત્રિપલ તલાકથી પ્રભાવિત મહિલાઓ સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન કરી હતી. પતિથી પીડિત હિન્દુ કે મુસ્લિમ મહિલાઓને વાર્ષિક 6000 સુધીના સહાયતા સરકાર કરશે તેમ સીએમ યોગીએ જણાવ્યું.

સીએમ યોગીએ મહિલા ખેલાડી સુમેલા જાવેદને નોકરી આપવાનું કર્યું એલાન કર્યું છે

આ કાર્યક્રમ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકથી પીડિત રાષ્ટ્રિય મહિલા ખેલાડી સુમેલા જાવેદને નોકરી આપવાની જાહેરાત કરી. તેની સાથે પોતાનો કેસ લડવા માટે નિઃશૂલ્ક સુવિધા આપવાનું એલાન પણ કર્યું હતું

(1:09 pm IST)