Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઘટતી આવકથી ચિંતા : જીએસટીની આવક કેમ વધારવી ? વિચારણા ચાલુ

૧૫૦થી વધુ ચીજો ઉપર જીએસટીના દર નહિ ઘટતા તહેવારો ઉપર અવળી અસરો દેખાવાની પુરી સંભાવના : મિઠાઇ-ઠંડાઇ-ઢોસા મિકસ, ઇન્સ્ટન્ટ ઇડલી સહિતની ચીજો પૈસાદાર વર્ગ વાપરતો હોય પ્રોસેસ્ડ ફુડ ઉપરનો ૧૮ ટકાનો દર ઘટાડાયો નહિ

રાજકોટઃ કેન્દ્ર સરકાર, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં લકઝરી ચીજવસ્તુઓ પર  ટેકસ રેટમાં વધારો કરીને આવક  વધારવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે. બટર, ઘી, ચીઝ -  ડ્રાયકુટ, વગેરે સહિત  લગભગ ૧૫૦થી વધુ ચીજો પર  જીએસટી રેટ નહીં ઘટાડવાને  કારણે દિવાળીના  તહેવારોમાં તેના વેચાણ પર માઠી અસર પડવાની શકયતા છે.

મિઠાઈ, ઠંડાઈ મિકસ, ઇન્સટન્ટ ઇંડલી, ઢોંસા મિકસ, ગુલાબજાબું મિકસ,  વગેરે જેવી ચીજવસ્તુઓ સમૃદ્ઘ વર્ગના લોકો ઉપયોગ કરતા હોવાથી અને મોટી કંપનીઓ આ વ્યવસાયમાં હોવાથી પ્રોસેસ્ડ ફુડ પરનો ૧૮ ટકાનો ટેકસ ઘટાડવાનો ફિટમેન્ટ કમિટીએ ઈન્કાર કર્યો છે.

જીએસટીની આવક ઓગસ્ટ, ૨૦૧૯માં ઘણી ઓછી એટલે કે રૂ. ૯૮,૨૦૦ કરોડ થઈ છે. આવકનો ઘટાડો પરવડી શકે તેમ ન હોવાથી જીએસટી કાઉન્સિલે, ઓટોમોબાઈલ સેકટર પરનો ટેકસ નહીં ઘટાડીને ૨૮ ટકા યથાવત રાખવાનું નક્કી કરવાને લીધે ઓટોમોબાઈલ અને એન્સિલીયરી ઉદ્યોગના વેપારીઓ  ઉત્પાદકો નિરાશ થયા છે.

જીએસટી અમલી બન્યા પછી જે રાજયોને ટેકસની આવકમાં દ્યટાડો થાય તે પ વર્ષ સુધી સરભર કરવા માટે વળતર આપવાનું નક્કી કરાયું છે. આમ ૨૦૨૨ સુધી રાજયોને ગુમાવવી પડતી રકમ વળતર સ્વરૂપે મળશે. જોકે વળતરના આ લાભ ૨૦૨૨ પછી પણ મળે તેવી રાજયોની માંગણીને જીએસટી ફિટમેન્ટ કમિટીએ સ્વીકારી નથી. આમ આવક વધારવા પર વધુ ધ્યાન અપાશે.

(1:05 pm IST)