Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટ અને અમદાવાદ આવી રહેલા નરેન્દ્ર ભાઈની મુલાકાત સંદર્ભે કેન્દ્રીય ગૃહસચિવ ભલ્લાનું આજે ગુજરાતમાં આગમન, આખો દિવસ મંત્રણાનો ધમધમાટ ચાલુ રહ્યો : રાજકોટ જેલમાં રાકેશ જેરામ સોલંકી નામના કેદીએ ઓઢવાની ચાદર ના લીરા કરી દોરડું બનાવી આત્મહત્યા કરી લેતાં ખળભળાટ : ખંભાળિયા નખત્રાણા મુન્દ્રા અંજાર માતાનામઢ ચુડા ચોટીલા સહિતના સૌરાષ્ટ્ર-કચ્છમાં એકથી બે ઇંચ વરસાદ : ઉના અને ધોકડવા જંગલ વિસ્તારમાં એકથી પાંચ ઇંચ વરસાદ : પુણેમાં ધોધમાર સાડાત્રણ ઇંચ : આવતીકાલથી મુંબઈમાં વરસાદનું જોર ઘટતું જશે : જમ્મુ-કાશ્મીર ને ધણણાવવાનું ષડયંત્ર, ડ્રોનથી ૮૦ કિલો શસ્ત્રો દારૂગોળો મોકલાયા : નરેન્દ્રભાઈ અમિતભાઈ અને અજીત ડોભાલ નિશાન ઉપર, જૈસ એ મોહમ્મદનો કારસો, ખાસ ટુકડી તૈયાર કરી છે, ૩૦ શહેરોની પોલીસને એલર્ટ રહેવા તાકીદ

(12:49 pm IST)