Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

દેવામાફીના નામે ખેડૂતોની છેતરપીંડી અને અપમાન : યુપી સરકાર પર પ્રિયંકા ગાંધી વાડ્રાના આકરા પ્રહાર

ભાજપે ખેડૂત હિતોનાં મુદ્દાને માત્ર જાહેરાતો અને બિલબોર્ડ સુધી મર્યાદિત કરી દીધા

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એકવાર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અગાઉ દેવા માફીનાં નામે અહીં ખેડૂતોની છેતરપિંડી કરવામાં આવી હતી અને હવે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

પ્રિયંકાએ પોતાના ટ્વીટ સાથે એક સમાચાર શેર કર્યા છે. જેમાં લખ્યું છે કે, સહારનપુર જિલ્લામાં વીજળી વિભાગ અને પોલીસનાં ત્રાસ આપ્યા બાદ ખેડૂત પુત્રએ ઝેર પીને કથિતરીતે આત્મહત્યા કરી હતી. વિરોધમાં ખેડૂતોએ રસ્તો રોકી દીધો હતો. પ્રિયંકાએ ટ્વિટ કરતા લખ્યુ, 'ઉત્તર પ્રદેશ ભાજપે ખેડૂત હિતોનાં મુદ્દાને માત્ર જાહેરાતો અને બિલબોર્ડ સુધી મર્યાદિત કરી દીધા છે.' 'ખેડુતોને તેમના પૈસા મળતા નથી. વીજળી બરાબર મળી રહી નથી, પરંતુ તેમના વીજળીનાં બિલ વધારવામાં આવ્યાં. દેવા માફીનાં નામની છેતરપિંડી કરાઈ હતી અને તેમનું અપમાન પણ કરવામાં આવી રહ્યું છે

(12:42 pm IST)