Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં નવી દિલ્હીનો સમાવેશઃ કુચિંગનો નંબર-૧

લાહોર-બેઇજીંગ-હનોઇ, કુઆલાલમ્પુર પણ પ્રદુષિત

નવી દિલ્હી, તા.૨૫: મલેશિયાના સૌથી ભીડભાડ ધરાવતા વિસ્તાર સારાવકની રાજધાની કુચિંગ વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર છે. ધુમાડો અને ધુમ્મસને કારણે કુચિંગ શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોપ પર છે. આવુ બીજી વખત થયું છે જયારે કુચિંગ શહેરનું નામ ખરાબ એર કવાલિટી ઈન્ડેકસ મામલે સૌથી ઉપર છે.

યૂએસની વેબસાઈટ વર્લ્ડ્સ એર પોલ્યુશનના રિયલ ટાઈમ એર કવાલિટી ઈન્ડેકસમાં સૌથી ઉપર કુચિંગ અને બીજા નંબર પર પાકિસ્તાનનું લાહોર શહેર છે. તો આ યાદીમાં ચીનનું બેઇજિંગ અને ભારતનું નવી દિલ્હી, અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમ પર છે.

મહત્વનું છે કે, એર પોલ્યૂશન લેવલને ૦-૩૦૦+રીડિંગમાં માપવામાં આવ્યું, જેમાં ૦થી૫૦ના  સારી એર કવાલિટી, ૫૧થી૧૦૦ સુધીને સહ્ય અને ૧૦૧થી૨૦૦ સુધીનું રીડિંગ ધરાવતા શહેરને સ્વાસ્થ્ય માટે ખરાબ એર કવાલિટીની કેટેગરીમાં રાખવામાં આવ્યા. જો એર કવાલિટી રીડિંગ ૧૦૦થી ઉપર છે તો, આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ શરુ થઈ જાય છે, ખાસ કરીને એ લોકોને જેની રોગપ્રતિકારક શકિત નબળી હોય અને સ્કિન સેન્સિટિવ હોય. તો ૨૦૧થી ૩૦૦ સુધીની એર કવાલિટી રીડિંગ સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ અને ૩૦૦+ ને સૌથી ખતરનાક ગણવામાં આવ્યું છે.

આ રીડિંગ લિસ્ટમાં કુચિંગ (મલેશિયા) ૨૪૭, લાહોર (પાકિસ્તાન) ૧૬૭, હનોઈ (વિયતનામ) ૧૬૧, કુઆલાલમ્પુર (મેલેશિયા) ૧૩૯, અને દિલ્હી (ઈન્ડિયા) ૧૩૦માં નંબર પર છે.

(11:32 am IST)