Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ફોર્બ્સની વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં ૧૮ ભારતની, ઈન્ફોસિસ ત્રીજા સ્થાન પર

પ્રથમ સ્થાન પર વીઝા અને ઇટાલાની ફેરારી બીજા સ્થાન પર છે

નવી દિલ્હી, તા.૨૫: ફોર્બ્સની સન્માનિત કંપનીઓની યાદીમાં ૧૮ ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું છે. તેમાં ઇન્ફોસિસ, ટીસીએસ અને એચડીએફસી સામેલ છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસને વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં ત્રીજુ સ્થાન મળ્યું છે. વૈશ્વિક ચુકવણી ટેકનોલોજી કંપની વીઝા આ યાદીમાં પ્રથમ સ્થાન પર અને ઈટાલીની કાર કંપની ફેરારી બીજા સ્થાન પર છે.

ઇન્ફોસિસ ૨૦૧૮માં આ યાદીમાં ૩૧માં સ્થાન પર હતી. યાદીમાં ટોપ-૧૦ કંપનીઓમાં નેટફિલકસ ચોથા, પેપાલ પાંચમાં, માઇક્રોસોફટ છઠ્ઠા, વાલ્ટ ડિઝની સાતમાં, ટોયોટા મોટર આઠમાં, માસ્ટરકાર્ડ નવમાં અને કોસ્ટકો હોલસેલ ૧૦માં સ્થાન પર છે. યાદીમાં ટોપ ૫૦ સ્થાનોમાં ભારતીય કંપની ટીસીએસ ૨૨માં અને ટાટા મોટર્સ ૩૧માં સ્થાન પર છે.

ટોપ-૧૦ કંપનીઓ

કંપની

સ્થાન

વીઝા

ફેરારી

ઇન્ફોસિસ

નેટફિલકસ

પેપાલ

માઇક્રોસોફટ

વાલ્ટ ડિઝની

ટોયોટા મોટર

માસ્ટરકાડ

કોસ્ટકો હોલસેલ

૧૦

યાદીમાં સામેલ ભારતીય કંપનીઓ

કંપનીનું નામ

ફોર્બ્સની યાદીમાં સ્થાન

ઇન્ફોસિસ

ટીસીએસ

૨૨

ટાટા મોટર્સ

૩૧

ટાટા સ્ટીલ

૧૦૫

લાર્સન એન્ડ ટુબ્રો

૧૧૫

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

૧૧૭

એચડીએફસી

૧૩૫

બજાજ ફાયનાન્સ

૧૪૩

પીરામલ એન્ટરપ્રાઇઝ

૧૪૯

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા

૧૫૩

એચસીએલ ટેકનોલોજી

૧૫૫

હિન્ડાલ્કો

૧૫૭

વિપ્રો

૧૬૮

એચડીએફસી બેન્ક

૨૦૪

સ્નફામા

૨૧૭

જનરલ ઇન્સોરન્સ

૨૨૪

આઈટીસી

૨૩૧

એસિયન પેન્ટ્સ

૨૪૮

યાદીમાં સામેલ અન્ય કંપનીઓમાં ટાટા સ્ટીલ (૧૦૫), લાર્સન એન્ડ ટુબ્રો (૧૧૫), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૧૧૭), એચડીએફસી (૧૩૫), બજાજ ફાયનાન્સ (૧૪૩), પીરામલ એન્ટરપ્રાઇઝ (૧૪૯), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (૧૫૩), એચસીએલ ટેકનોલોજી (૧૫૫), હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ (૧૫૭), વિપ્રો (૧૬૮), એચડીએફસી બેન્ક (૨૦૪), સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ (૨૧૭), જનરલ ઇન્સોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (૨૨૪), આઈટીસી (૨૩૧) અને એશિયન પેઇન્ટ્સ (૨૪૮).

વિશ્વની ૨૫૦ સન્માનિત કંપનીઓની યાદીમાં સૌથી વધુ ૫૯ કંપનીઓ અમેરિકાની છે. ત્યારબાદ જાપાન, ચીન અને ભારતની કંપનીઓનો નંબર આવે છે. જાપાન, ચીન અને ભારતની કુલ મળીને ૮૨ કંપનીઓ યાદીમાં છે. પાછલા વર્ષે આ ત્રણેય દેશોની ૬૩ કંપનીઓ યાદીમાં સામેલ હતી.

(11:31 am IST)