Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઇમરાને રોદણા રોયા

અમારૂ કોઇ નથીઃ દુનિયા ભારત સાથે છે

કાશ્મીર મુદ્દે સ્વીકારી હાર

ન્યુયોર્ક તા.૨૫: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દો વિશ્વના ઘણા દેશો સમક્ષ ઉઠાવી ચુકયા છે પણ દરેક જગ્યાએ તે પાછા પડયા છે. અલગ અલગ મંચો પર નિષ્ફળતા મળ્યા પછી ઇમરાન હવે હાર પણ સ્વીકારી ચુકયા છે. તેમણે સ્વીકાર કર્યો છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીય કરણ કરવાના પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યું છે. તેમણે ગઇ કાલે કહ્યું કે તે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય થી નિરાશ છે.જણાવી દઇએ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર બાબતે ઘણીવાર માત ખાઇ ચુકયુ છે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી લીધા પછીથી તે ઘુઘવાયેલુ છે. તેણે ભારત વિરૂધ્ધ અન્ય દેશોને ભડકાવવાની કોશિષ કરી પણ તેને હારનો સામનો કરવો પડયો. ઇમરાને કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયથી નિરાશ છું જો આઠ બીલીયન યુરોપિયન, યહુદી અથવા એટલે સુધી કે આઠ અમેરિકનોને નજર કેદ રખાયા હોત તો ત્યારે પણ આવી જ પ્રતિક્રિયા હોત? પણ અમે દબાણ મુકતા રહેશું.

તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી એક વાર કર્ફયુ હટે પછી અલ્લા જાણે શુ થશે. પાકિસ્તાની પત્રકારો સાથે વાત કરતા ઇમરાને કહ્યું તમને એવું લાગે છે કે કાશ્મીરીઓ ચુપચાપ આ સહન કરી લેશે.

ઇમરાને ભારતના આર્થિક કદનો અને વૈશ્વિક હેસીયતનો પણ સ્વીકાર કર્યો અને જણાવ્યું કે કાશ્મીર અંગેના પાકિસ્તાનના બયાન  કેમ ગણકારવામાં નથી આવતું ભારતમાં ૧.૨ બીલીયન લોકો છે અને દુનિયા તેને બજાર તરીકે જૂએ છે.

(11:28 am IST)