Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

બંગાળની મમતા સરકાર ભડકીઃ જાહેરાતો આપવી પડીઃ રાજયમાં ''એનઆરસી'' છે જ નહિ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં આસામના પગલે ''એનઆરસી'' નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન અમલી નથી અને લોકોને ભયભીત નહિ થવા અપીલ કરતી મોટી જાહેરાતો મમતા બેનરજીની તૃણમૂલ સરકારે પ્રસિધ્ધ કરવી પડી છે.  પશ્ચિમ બંગાળ ભાજપે ૨૦૨૧ પછી રાજયમાં એનઆરસીનો અમલ કરાશે તેવી જાહેરાત કરી છે. ત્યારબાદ ભારે અફવાનો દોર ચાલ્યો છે. મમતા બેનરજીના ફોટા સાથે પ્રસિધ્ધ થયેલ જાહેરાતમાં મોટા અક્ષરમાં ''એનઆરસી'' શબ્દો ઉપર ચોકડી લગાવી ''એનઆરસી'' બાબતે કોઇ જ ભયભીત થવાની જરૂર નથી, તેવા સ્લોગન સાથે જાહેરાતો પ્રસિધ્ધ થઇ છે.

જાહેરાતમાં લોકોને જણાવાયું છે કે તમારા અગત્યના દસ્તાવેજો ખોવાયા હોય તો સ્થાનીક તંત્રનો સંપર્ક સાધવો અફવાઓથી દુર રહેવા જણાવાયું છે. દર દસ વર્ષે વસતી ગણત્રી થાય છે. હવે  પછીની  વસતી ગણત્રી ૨૦૨૧માંં થશે.

એનઆરસી અને ડીજીટલ રેશનકાર્ડ ઇસ્યુ કરાય છે. તે બંને વચ્ચે કોઇ સંબધ નહિ હોવાનું પણ આ જાહેરાતમાં દર્શાવ્યું છે. પશ્ચિમ બંગાળ ''એનઆરસી''ની જોગવાઇ હેઠળ નથી તેથી તે અંગે ચિંતા કરવી સંપૂર્ણ વ્યર્થ છે. પશ્ચિમ બંગાળ  સકાર પ્રત્યેક પગલે તમારી સાથે જ છે.

(11:27 am IST)