Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સ્વચ્છતા અભિયાનના સફળ સંચાલન બદલ

PM મોદીને બીલ ગેટસના હસ્તે મળ્યો ગ્લોબલ ગોલકીપર એવોર્ડઃ ન્યુયોર્કમાં યોજાયો સમારોહ

ન્યૂયોર્ક, તા.૨પઃ  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેે અમેરિકાના ન્યૂયોર્કમાં મંગળવારે સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર તેમને બિલ ગેટ્સ ના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યુ કે ભારતે સ્વચ્છતાની દિશામાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે WHOના માપદંડોને પૂરા કરતાં દેશને લગભગ ૧૦૦ ટકા ખુલ્લામાં શૌચ મુકત (ODF) બનાવ્યું છે. તેઓએ એમ પણ કહ્યુ કે, આ સન્માન ૧૩૦ કરોડ ભારતીયોનું સન્માન છે.

પીએમ મોદીએ કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં રેકોર્ડ ૧૧ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું જ પરિણામ છે કે ૨૦૧૪દ્મક પહેલા જયાં ગ્રામીણ સ્વચ્છતા ૪૦ ટકાથી પણ ઓછી હતી તે આજે વધીને લગભગ ૧૦૦ ટકા પહોંચી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન મિશનની સફળતા, કોઈ પણ આંકડાથી ઉપર છે. આ મિશને જો સૌથી વધુ લાભ કોઈને પહોંચાડ્યો હોય તો તે દેશના ગરીબને, દેશની મહિલાઓને. તેઓએ કહ્યુ કે, સ્વચ્છ ભારત મિશને ભારતના કરોડો લોકોના જીવનને વધુ સારું બનાવ્યું છે. તેમની ગરિમાની રક્ષા કરી છે ઉપરાંત સંયુકત રાષ્ટ્રના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

પીએમ મોદીએ UNICEFના એક અભ્યાસનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા દ્યણી સુધરી છે અને હું માનું છું કે તેમાં પણ ઘણું મોટું યોગદાન સ્વચ્છ ભારતનું છે. સ્વચ્છ ભારત મિશનનો વધુ એક પ્રભાવ છે જેની ચર્ચા ઘણી ઓછી થઈ છે. આ અભિયાન દરમિયાન બનાવવામાં આવેલા ૧૧ કરોડથી વધુ શૌચાલયોએ ગ્રામણી સ્તરે ઇકોનોમિક એકિટવિટીનો એક નવો દ્વાર પણ ખોલી દીધો છે.

(11:26 am IST)