Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઓશોના પુસ્તકનું દરેક પાનું જાણે તમારા માટે જ છે

આપણે ભારતીય લોકો, દૃષ્ટિકોણ અને વિશ્વાસ બંને પાયા પર અલગ અલગ રીતે જીવીએ છીએ. આપણી વિચારધારા આપણને અલગ દિશામાં લઈ જાય છે તો આપણી માન્યતાઓ અને આપણા સંસ્કારો આપણને બીજી દિશામાં લઈ જાય છે. આવી અડચણોમાંથી આપણે ત્યારે જ બહાર આવી શકીએ જયારે ઓશો જેવા માર્ગદર્શક સદ્દગુરૂ અને મિત્ર આપણી સાથે હોય. દરેક વ્યકિતને જીવનની દરેક પળે એક ગુરૂની જરૂર પડે છે પણ કોઈના માટે એ શકય નથી કે તે વારંવાર પોતાના ગુરૂ પાસે જઈને તેમનું માર્ગદર્શન મેળવી શકે. મારા માટે તો ઓશોના પુસ્તકો, તેમનું માર્ગદર્શન મેળવી શકે. મારા માટે તો ઓશોના પુસ્તકો, તેમની કેસેટો જ ગુરૂ, મિત્ર અને માર્ગદર્શકનું કામ કરે છે.

આપણે આપણા જીવનમાં કેટલાય પ્રકારના શારીરિક માનસિક અને ભાવનાત્મક તણાવોમાંથી પસાર થવુ પડે છે. આ તણાવોમાંથી બહાર નીકળવા માટે એક આધ્યાત્મિક શકિતની જરૂર પડે છે અને આવી શકિત ઓશો જેવા ગુરૂ પાસેથી મળી શકે છે. દુનિયાની તમામ ફિલસુફીને ઓશો દરેક કાળ અને દરેક સમાજની જરૂરીયાત મુજબ રજૂ કરીને માનવતાને એક નવી દિશા આપી છે. ઓશોએ એક માણસના રૂપમાં જન્મ લઈને આખી મનુષ્ય જાતિ માટે એક ક્રાંતિ કરી છે.

સુભાષ ઘાઈ  (ફિલ્મ નિર્દેશક/ નિર્માતા)

(11:25 am IST)