Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પત્નિની હત્યા કરી એકિસડન્ટમાં ખપાવવા મૃતદેહ રસ્તા પર ફેંકયો

પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

નાશિક, તા.૨પઃ બરહેમીથી કરાયેલી કથિત મારપીટમાં મૃત્યુ પામેલી પત્ની અકસ્માતનો ભોગ બની હોવાનું દર્શાવવા વૃદ્ઘ પતિએ તેનો મૃતદેહ રસ્તા પર ફેંકયો હોવાની ઘટના નાશિક જિલ્લામાં બની હતી.

સિન્નર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે દ્યટના સોમવારે બની હતી. શ્રાદ્ઘનું ભોજન તૈયાર કરવાની બાબતને લઈ વિંચુરદલવી ગામમાં રહેતા નામદેવ રાજારામ ભોર (૬૫)ની પત્ની હીરાબાઈ (૫૮) સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

દંપતી વચ્ચે થયેલા ઝદ્યડામાં રોષે ભરાયેલા પતિએ બેરહેમીથી ફટકારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. બાદમાં પત્નીને અકસ્માત નડ્યો હોવાનું દર્શાવવા પતિએ તેનો મૃતદેહ ભાગુર-પંઢુરલી રોડ નજીક ફેંકયો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.

કેટલાક રહેવાસીઓની નજર મૃતદેહ પર પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને મૃતકની ગરદન પર ઇજાનાં નિશાન નજરે પડયાં હતાં.

બાદમાં પોસ્ટમોર્ટમના અહેવાલમાં પણ હીરાબાઈનું મૃત્યુ અકસ્માતમાં નહીં, પણ મારપીટને કારણે થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.(૨૩.૨)

(10:07 am IST)