Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

હરિયાણાના રેવાડી જિલ્લાની ઘટના

ભેંસ ખરીદવા માટે લોન આપવા PNBનાં મેનેજરે ૧ લાખની લાંચ લીધીઃ ધરપકડ

નવી દિલ્હી, તા.૨પઃ ભેંસ ખરીદવા માટે લોન આપવાના બદલામાં એક લાખ રૂપિયાની લાંચ લેનાર પીએનબીના મેનેજરની સીબીઆઇએ ધરપકડ કરી હતી.

હરિયાણાના રેવાડી જિલ્લામાં આવેલી પંજાબ નેશનલ બેંકની કનવલી બ્રાન્ચના વરિષ્ઠ મેનેજર સુમેરસિંહ અને એના સાથી સતીશની ફરિયાદને આધારે લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર પશુપાલન વિભાગ દ્વારા ફરિયાદીને ડેયરી શરૂ કરવા માટે રૂ. ૨૪.૭૨ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી.

ભેંસ ખરીદવા માટે રૂ. ૭.૯૨ લાખની આંશિક લોન આપવાના બદલામાં આરોપી એક લાખ રૂપિયાની લાંચ માગતો હતો. આરોપીએ ફરિયાદીને લાંચની રકમ વચેટિયાને આપવા જણાવ્યું હતું.

સીબીઆઇએ છટકું ગોઠવીને વચેટિયા સતીશને આરોપી વતી એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો અને ત્યાર બાદ પીએનબીના મેનેજર સહિત બંનેની ધરપકડ કરી હતી. સીબીઆઇની ટીમે આરોપીના મોહિંદરગઢ ખાતેના નિવાસસ્થાને વધુ તપાસ આદરી હતી.(૨૩.૨)

(10:06 am IST)