Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

૨૧ વર્ષનો યુવક પોકસો હેઠળ દોષિત ઠર્યો

મુંબઇના યુવકને છોકરીને બટકુ ભરવા બદલ મળી ૧૧ મહિનાની જેલની સજા

મુંબઈ, તા.૨પઃ વર્ષ ૨૦૧૮ના ઓકટોબર મહિનામાં ૨૧ વર્ષીય યુવકે ૧૭ વર્ષીય છોકરીના ઘરે જઈને તેના ગાલ પર બચકું ભર્યું હતું, કોર્ટે આ ૨૧ વર્ષીય યુવકને Pocso (A special Protection of Children from Sexual Offences) કાયદા હેઠળ દોષિત જાહેર કરીને ૧૧ મહિનાની જેલની સજા સંભળાવી છે. આ દ્યટનાના થોડાં મહિના પહેલા એટલે કે વર્ષ ૨૦૧૮ના માર્ચ મહિનામાં આ આરોપી અન્ય કેસમાં દોષમુકત જાહેર થયો હતો. તે દરમિયાન આરોપી પર વર્ષ ૨૦૧૫જ્રાક્નત્ન આ છોકરી સાથે બળજબરીપૂર્વક લગ્ન કરવાનો, બળાત્કારનો અને અપહરણનો આરોપ લાગ્યો હતો. તે દરમિયાન કોર્ટને જાણવા મળ્યું હતું કે આ છોકરી તે સમયે ૧૫ વર્ષની હતી અને સંમતિથી ભાગી હતી, આ યુવક સાથે 'લગ્ન' કર્યા હતા અને શારીરિક સંબંધો બાંધ્યા હતા.

દરમિયાન સુનાવણી ચાલી રહી હતી ત્યારે સ્પેશિયલ સરકારી વકીલ ગીતા શર્માએ પુરાવા રજૂ કર્યા કે જેમાં રિપોર્ટના વિશ્લેષણમાં ગાલ પર બચકાના નિશાન જોવા મળ્યા. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે બચકાના નિશાન આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા. અને અત્યારે પીડિતાના ગાલ પર બચકાના જે નિશાન જોવા મળી રહ્યા છે તે આરોપીના જણાઈ રહ્યા છે.

આ છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે તે આરોપીને જાણતી હતી કારણકે તે નજીકમાં રહેતો હતો. છોકરીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૮ના ઘટના બની ત્યારે તે ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે વર્ષ ૨૦૧૮ના ઓકટોબરમાં ૧૮મી તારીખે તે ઘરમાં એકલી હતી અને તેનો પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો હતો. પરીક્ષા આવતી હોવાને કારણે આ છોકરી દ્યરમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે આ આરોપી તેના ઘરમાં ઘૂસી આવ્યો, છોકરીને જકડીને જમણા ગાલ પર બચકું ભર્યું. બાદમાં આરોપી ત્યાંથી ભાગી ગયો.

છોકરીએ બાદમાં તેના પરિવારને આ વાતની જાણ કરી. આ છોકરીની માતાએ જણાવ્યું કે તેઓ જયારે ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેણી રડી રહી હતી અને તેના ગાલ પર દુઃખાવો થઈ રહ્યો હતો અને બાદમાં તેણીને હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોકટરની તપાસ બાદ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી. છોકરીએ કોર્ટમાં જુબાનીમાં ભાર પૂર્વક આ ઘટના જણાવી.

તારીખ ૧૯, ઓકટોબર ૨૦૧૮ના દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં છે. ઈન્ડિયન પીનલ કોડની ધારા ૩૫૪ખ્ (જાતીય સતામણી) અને ૪૪૮ (ઘરમાં અનધિકાર પ્રવેશ) હેઠળ સજા ફટકારવામાં આવી છે અને રૂપિયા ૧૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે.(૨૩.૪)

(10:07 am IST)