Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રેલવેના પાટામાં ૧૪ ઇંચનો ગેપ જોઇ ઉતરપ્રદેશમાં ડ્રાઇવરએ સમયસૂચકતા વાપરી ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી

         ઇટાવા (ઉતરપ્રદેશ) માં મંગળવારના તુટેલી પાટાની લાઇન જોયા પછી મગધ એકસપ્રેસના ડ્રાઇવરએ સમય સૂચકતા વાપરી બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી.

         પાટામાં લગભગ ૧૪ ઇંચનો ગાળો જોવા મળ્યો હતો. એકસપ્રેસ પછી દિલ્હી, હાવડા, રાજધાની એકસપ્રેસ, પટના-નવી દિલ્હી, રાજધાની એકસપ્રેસ અને કાનપુર શતાબ્દી એકસપ્રેસ આ ટ્રેક ઉપરથી પસાર થવાની હતી અને જેને તુરંત રોકાવી દીધેલ.

(12:00 am IST)