Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાંચીમાં અસદુદ્દીન ઓવૈસીના પોસ્ટર પર લગાવાઈ કાળી શાહી

અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી જનસભામાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા: તેની પાર્ટી વિધાનસભા ચૂંટણી લડશે

 

રાંચીના કચેરી ચોક ઉપર લાગેલાં એઆઈએમઆઈએમ ચીફ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી હતી જોકે પોલીસ જવાનોએ તે શાહીને સાફ કરી હતી. અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી જનસભામાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા છે. તેમની પાર્ટી ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. તેમની સભા બરિયાતુ વિસ્તારનાં પહાડી મેદાનમાં થવાની છે.

    સૂત્રો મુજબ ઓવૈસીની પાર્ટી ઝારખંડની 30થી 35 વિધાનસભા સીટો ઉપર ઉમેદવારો ઉતારી શકે છે. અને રાજ્યમાં થઈ રહેલાં મોબ લિંચિંગના મામલાને મુદ્દો બનાવી શકે છે. રાંચીમાં ઓવૈસીએ સરાયકેલમાં મોબ લિંચિંગના શિકાર થયેલાં તબરેઝ અંસારીની પત્ની શાઈસ્તા પરવીનને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન ઓવૈસીએ તબરેઝનાં પરિવારજનોને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે કહ્યુ હતુકે, તેઓ કેસ ઉપર ધ્યાન આપે. ઓવૈસીએ કહ્યુ હતુકે, કેસમાં ધારા 302 ફરીથી જોડાતા ન્યાયની આશા વધી છે.

(8:46 am IST)