Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહી કરી ભરપૂર પ્રશંસા

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને સૌ કોઈ પસંદ કરે છેઃ તેઓ આતંકવાદનો સામનો કરવામાં સક્ષમ છેઃ પત્રકારે જયારે આતંકવાદ અને પાકિસ્તાન સાથે જોડાયેલો સવાલ તેમને પુછ્યો તો ટ્રમ્પે કહ્યું કે, હ્યુસ્ટનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે, સવાલોનો જવાબ આપવા દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની સરખામણી અમેરિકાના પ્રખ્યાત અભિનેતા અને ગાયક એલવિસ પ્રિસ્લે સાથે કરતા કહ્યું કે, મોદી તેમની જેમ જ લોકપ્રિય છે

ન્યૂયોર્ક, તા.૨પઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ મુલાકાત સંયુકત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પત્રકારોના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહીને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદીના મહાન નેતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને સૌ કોઈ પસંદ કરે છે. તેઓ આતંકવાદનો સામનો કરવામાં સક્ષમ છે. પત્રકારે જયારે આતંકવાદ અને પાકિસ્તાન સાથે જોડાયેલો સવાલ તેમને પુછ્યો તો ટ્રમ્પે કહ્યું કે, હ્યુસ્ટનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. સવાલોનો જવાબ આપવા દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની સરખામણી અમેરિકાના પ્રખ્યાત અભિનેતા અને ગાયક એલવિસ પ્રિસ્લે સાથે કરતા કહ્યું કે, મોદી તેમની જેમ જ લોકપ્રિય છે.

આ અગાઉ દ્વીપક્ષીય મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે, 'હ્યુસ્ટનના કાર્યક્રમમાં આવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. ટ્રમ્પ મારા મિત્ર છે અને સાથે જ તેઓ ભારતના પણ મિત્ર છે. ભારત અને અમેરિકા વચ્ચે ૪.૨૫ લાખ કરોડના વ્યાપારી કરાર થયા છે. તેના દ્વારા ૫૦ હજાર લોકોને રોજગાર મળશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આર્થિક ચમત્કાર કર્યો છે અને આ ભારત માટે ફાયદાકારક રહેશે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેઠક કરીશ અને અમે કંઈક સકારાત્મક પરિણામની આશા રાખીએ છીએ. ટ્રમ્પ એક ઉમદા વાટાઘાટોકર્તા છે. તેઓ ડીલ કરવામાં હોંશિયાર છે અને હું તેમની પાસેથી ઘણું બધું શીખી રહ્યો છે.'

(10:04 am IST)