Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

શામ્બર્ગ ટાઉનના મેયરપદના ઉમેદવાર સુનીલ શાહના માનમાં ફંડરેઇઝીંગનો કાર્યક્રમ યોજાશેઃ શામ્બર્ગ ટાઉનમાં આવેલ ફેરફીલ્ડ ઇન એન્ડ સ્યુટસના બોન્કવેટ હોલમાં મિલન સમારંભનું આયોજન કરવામાં આવશેઃ ભારતીય સમાજના આગેવાનો માટી સંખ્યામાં હાજરી આપશે

 (કપિલા શાહ દ્વારા) શિકાગો : શિકાગો નજીક શામ્બર્ગ ટાઉનના મેયરના પદની ચૂંટણી થનાર હોવાથી તે પદના દાવેદાર તરીકે ફેડરેશન ઓફ ઇન્ડીયન એસોસીએશનના સ્થાપક અને પ્રમુખ સુનીલ શાહે ઉમેદવારી નોંધાવી છે અને તેથી આ ટાઉનમાં વસવાટ કરતા ભારતીય ભાઇ બહેનેામાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

મેયર પદના ઉમેદવાર સુનીલ શાહને આગામી યોજાનાર ચૂંટણીમાં  જરૂરી ટેકો મળી રહે તથા આર્થીક સહાય પ્રાપ્ત થાય તે માટે તેમના મિત્રો તથા શુભેચ્છકો દ્વારા સપ્ટેમ્બર માસની ૩૦મી તારીખને રવિવારે શામ્બર્ગ ટાઉનમાં આવેલ ફેરફીલ્ડ ઇન એન્ડ સ્યુટસના બોન્કવેટ હોલમાં સાંજના છ વાગ્યા બાદ એક મિલન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં ભારતીય સમાજના આગેવાનો હાજરી આપશે તો સર્વેને પધારવા આગ્રહભરી વિનંતી છે.

(11:42 pm IST)
  • રાજકોટ-આટકોટ હાઇવે પર લુખ્ખાઓનો આતંક : વીરનગર નજીક આવારા તત્વોનો આંતક આવ્યો સામે: એસટી બસના કાચ ફોડી આવારા તત્વો ફરાર: બાઈકમાં સવાર હતા લુખ્ખાઓ : બસ ક્રોસિંગ જેવી નજીવી બાબતે ફોડાયાં કાચ:જસદણથી રાજકોટ આવતી હતી બસ access_time 12:27 am IST

  • ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેશેઃ અરબીસમુદ્રમાં વધુ એક સિસ્ટમ્સ બનશેઃ ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાઇ લઇ રહયું છે. ત્યારે તા.૯,૧૦ ઓકટોબરના અરબીસમુદ્રમાં એક મજબુત સિસ્ટમ્સ બની રહી છે પરંતુ આ હજુ વ્હેલુ કહેવાય આવતા દિવસોમાં ખબર પડે કે સિસ્ટમ્સ બનશે કે નહિ. વિવિધ ફોરકાસ્ટ મોડલો ઉપર વોચ રાખવી જરૂરી છે તેમ હવામાનની એક ખાનગી સંસ્થા વેધરએકસપર્ટ ગ્રુપે જણાવ્યું છે access_time 12:11 pm IST

  • રાજકોટ સ્વાઈન ફ્લુનો કહેર યથાવત: આજે સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા:કુલ 28 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ:સ્વાઈન ફલૂ આંક 44 પહોંચ્યો જેમાં 3 દર્દીના મોત નિપજ્યા access_time 10:39 pm IST