Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

નરેન્દ્રભાઇને યુએઇનો સર્વોચ્ચ નાગરીક સન્માન ન મળે એ માટે પાકિસ્તાને પ્રયાસ કરેલ : ઇમરાન તેના જ દેશમાં વગોવાયા : પાકિસ્તાની મુળની બ્રિટીશ સાંસદે આ અંગે યુએઇના સુલ્તાનને પત્ર પણ લખેલ !!!

નવી દિલ્હી : યુ.એઇ.એ. તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ''ઓર્ડર ઓફ જાયેદ'' થી નરેન્દ્રભાઇને સન્માનીત કર્યા હતા. આ અગાઉ રશીયાના રાષ્ટ્રપતિ પુતિન, મહારાણી એલીઝાબેથ (દ્વિતીય) અને ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગને આ સન્માન અપાયુ છે. મોદીને આ સન્માન મળવાથી પાકિસ્તાનમાં જ વડાપ્રધાન ઇમરાનને લોકો કોસી રહ્યા છે.

પાકિસ્તાન સરકારે યુએઇને મોદીને સન્માન આપતા પેહલા ફેર વિચાર કરવાની અપીલ કરી હતી. પણ યુએઇએ તેને ગણકારી નહી. જે પાકિસ્તાન માટે જાટકો હતો. ઉપરાંત પાકિસ્તાની મુળની બ્રીટીશ સાંસદ નાઝ શાહે તો યુએઇના સુલ્તાનને પત્ર લખી દબાણ આપવા પ્રયત્ન કરેલ. પણ યુએઇએ લેબર પાર્ટી સાંસદ શાહનું પણ સાંભળ્યું નહીં, ઉપરથી બ્રિટનમાં જ શાહ સોશ્યલ મીડીયામાં ટ્રોલ થયા હતા. અને લોકોએ લખ્યું હતું કે તેઓ બ્રિટીશ નાગરીકથી વધુ પાકિસ્તાની લાગી રહ્યા છે.

(1:20 pm IST)