Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચા અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન :સોનિયા ગાંધીએ આપી લીલીઝંડી

સોનિયા ગાંધીએ પ્રદેશ નેતૃત્વના નિર્ણંયને મંજૂરીની મહોર મારી

કોલકતા ;કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પશ્ચિમ બંગાળમાં થનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને વામ મોરચા ગઠબંધનને મંજૂરી આપી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ખરાબ પ્રદર્ષનને કારણે પાર્ટીએ આ નિર્ણ્ય લીધો છે

   સૂત્રો મુજબ સોનિયાએ દિલ્હીમાં પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ શોમેન મિત્રએ સાથે બેઠક કરીને રાજ્યમાં આગામી વિધાન સભા પેટા ચૂંટણી સહિત વિવિધ સંગઠનાત્મક મુદ્દે ચર્ચા કરી હતી મિત્રાએ કહ્યું કે અમે સોનિયાજીને રાજ્યમાં આગામી પેટા ચૂંટણી માટે વામ મોરચા સાથે સીટની સમજૂતી પર સહમતી અંગે જાણકારી આપી છેજો વામ મોરચો તૈયાર છે તો બંને પાર્ટીઓએ રાજ્યમાં ગઠબંધન બનાવવું જોઈએ

   રાજ્યમાં સીટની વહેંચણી મુદ્દે કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વે કોઈ નિર્ણંય લીધો નથી કારણ કે રાહુલ ગાંધીના અધ્યક્ષપદથી રાજીનામુ બાદ પાર્ટીનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ ખાલી હતુંઆ મહિનાના પ્ર્ર્ભે પાર્ટીના વચગાળાના અધ્યક્ષપદે સોનિયા ગાંધીની વરણી થતા તેણીએ પ્રદેશ નેતૃત્વના નિર્ણંયને મંજૂરીની મહોર મારી છે

(12:51 pm IST)