Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

વિડીયો : બહેરીનમાં પ્રધાનમંત્રી મોદીનું ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત : સ્ટેડીયમમાં હકડેઠઠ મેદનીને સંબોધન કરતા ભાવુક થઈને અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું કે મારો મિત્ર અરૂણ મને છોડીને જઇ ચુક્યો છે અને થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ પણ અનંત યાત્રાએ નિકળી ગયા : બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિર જઇને સમૃદ્ધી અને શાંતિની પ્રાર્થના કરશે

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહરીનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે, તમારો પ્રેમ મેળવીને અભિભૂત છું, સ્વાગતથી એવું લાગી રહ્યું છે કે હું ભારતમાં જ છું. બહેરીનમાં ભારતીય સમુદાયનાં લોકોએ ખુબ જ ઉમળકા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દેશોની યાત્રાનાં બે તબક્કા પુર્ણ કર્યા બાદ શનિવારે યુએઇથી બહરીન પહોંચી ચુક્યા છે. બહરીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી બહેરીન જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીએ બહેરીનનાં વડાપ્રધાન પ્રિંસ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંન્ને નેતાઓએ બંન્ને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમને આગળ વધારવા અંગે સંમતી સાધી હતી.

વડાપ્રધાન મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનાં નિધન પ્રસંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, આજે મને ખુબ જ દુખ થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ મને છોડીને જઇ ચુક્યો છે.વડાપ્રધાન મોદીએ ઓગષ્ટ મહિનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક રૈંકિંગમાં ભારત આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં દેશી પ્રતિભાનું જોહર દેખાઇ રહ્યું છે. ભારતનાં સ્પેશ્યલ મિશનની સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. ભારતનાં ચંદ્રયાન મિશનથી સમગ્ર વિશ્વ પરેશાન છે. ચંદ્રયાન 7 સપ્ટેમ્બરે ચંદ્રમાની સપાટી પર ઉતરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, BHIM એપ, UPI અને જનધન ખાતા જેવી સુવિધાઓએ ભારતમાં બૈંકિંગને વધારે સરળ બનાવ્યું છે. ભારતની ડિજિટલ લેવડ દેવડની પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. રુપે કાર્ડને માત્ર ભારતીય નહી સમગ્ર વિશ્વની બેંકો અને સેલર્સ બહોળા પ્રમાણમાં સ્વિકારી રહ્યા છે. 

વડાપ્રધાને કહ્યું કે, ભારતીયોને તે વિશ્વાસ થયો છે કે તેમનું સ્વપ્ન પુર્ણ થઇ શકે છે, આશા અને આકાંક્ષાઓ પુર્ણ થઇ શકે છે. ભારતનાં આ વિશ્વાસનાં બળ પર જ સરકાર નવી સેવક નવા સંકલ્પોને સિદ્ધ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ભારતનાં લગભગ દરેક પરિવાર બૈંકિંગ સેવા સાથે જોડાયેલા છે. વિશ્વમાં સૌથી સસ્તા ઇન્ટરનેટ ડેટા ભારતમાં છે. ભારતમાં મોટાભાગની સર્વિસની ડિલિવરી ડિજીટલી હોય, તેનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે ભારતનાં ક્લેવર અને તેવર બદલાયેલા જોવા મળી રહ્યા છે. દેશનાં કરોડો પરિવારોની મુળભુત જરૂરિયાતો પુર્ણ થવા જઇ રહી છે. કરોડો ભારતીયોની ભાગીદારીથી દેશ આગળ વધી રહ્યો છે. સરકાર દેશનાં નવા નવા સંકલ્પોને પુર્ણ કરવાનાં પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બહેરીનનાં વિકાસમાં ભારતીયોનું પણ ખુબ જ મોટુ યોગદાન છે. બહેરીનની સરકાર ભારતીયોનાં વખાણ કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણો સંબંધ માત્ર સરકારોનો જ નથી પરંતુ સંસ્કારોનો છે અને સમાજનો પણ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારુ સૌભાગ્ય છે કે કાલે હું શ્રીનાથજીનાં મંદિરે જઇને તમારા સૌની તમારા મેજબાન દેશની સમૃદ્ધી અને શાંતિ માટે પ્રાર્થના કરીશ. આ સમગ્ર ક્ષેત્રમાં સૌથી જુનુ મંદિર છે. સૌભાગ્યની વાત છે કે આ મંદિરનાં પુનર્વિકાસ માટેનું કામ પણ ઔપચારિક રીતે શરૂ થઇ ચુક્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જન્માષ્ટમીનું પવિત્ર પર્વ છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાયને પણ મારી તરફથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું છે કે, ગલ્ફ ક્ષેત્રમાં આ પ્રસંગે કૃષ્ણ કથા કહેવાની કથા આજે પણ છે. ભારતીયોને ભગવાન કૃષ્ણ પ્રત્યે વિશેષ પ્રેમ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારો ઇરાદો પાંચ હજાર વર્ષ જુના સંબંધોને તાજગી આપવાનો છે. વડાપ્રધાને કહ્યું કે, બહેરીનમાં વસેલા ભારતીયોને મળવાનો મારો ઇરાદો છે. બહેરીનમાં ભારતીય સમુદાય ન્યૂ ઇન્ડિયા માટે આમંત્રીત કરવા માટે આવ્યો છું. તેમણે કહ્યું કે, બહેરીન સાથે અમારા જુના વ્યાપારિક સંબંધો રહ્યા છે. 

(12:40 am IST)
  • ચિદમ્બરમ સામેના કેસમાં ઇન્દ્રાણી મુખરજી મુખ્ય સાક્ષી : સગી પુત્રની હત્યા કરનાર ઇન્દ્રાણી મુખરજી પૂર્વ કેન્દ્રિય નાણાં-ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સામે કરોડો-અબજોના કૌભાંડ કેસમાં મુખ્ય સાક્ષી તરીકે ઉભરી આવ્યા છે access_time 2:41 pm IST

  • પ્રધાનમંત્રી મોદીની બહેરિનની મુલાકાત સમયે બહેરિનની જેલમાં કેદ 250 ભારતીયોની સજા કરાઈ માફ : દયા અને માનવતા દાખવવા બદલ બહેરિન સરકારનો પ્રધાનમંત્રી મોદીએ માન્યો આભાર : સરકારી આંકડા મુજબ વિદેશની વિવિધ જેલમાં 8,189 ભારતીય ભોગવી રહ્યાં છે જેલની સજા access_time 3:51 pm IST

  • 40 હજાર હાડપિંજરના હાડકાથી બનેલા ચેક ગણરાજ્યના આ ચર્ચની આખી દુનિયામાં વિશેષ ઓળખ છે. દર વર્ષે આ ચર્ચને જોવા માટે વિશ્વભરમાંથી લગભગ 2.5 લાખ લોકો આવે છે. access_time 1:32 am IST