Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

નૌસેના માટે 46 હજાર કરોડના સાધનોની ખરીદીના પ્રસ્તાવને રક્ષામંત્રાલયની મંજૂરી

 

નવી દિલ્હી : રક્ષા  મંત્રાલયે ભારતીય સેના અને નૌસેના માટે મોટી ખરીદીને મંજૂરી આપી છે. જેમાં નેવી માટે 111 મલ્ટીપર્પઝ હેલીકોપ્ટર અને 155 એમએમવાળી આશરે 150 આર્ટીલરી ગન સિસ્ટમની ખરીદી કરાશે

   હેલિકોપ્ટર ડીલ પર આશરે 21 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. રક્ષા મંત્રાલય દ્વારા કુલ 46 હજાર કરોડ રૂપિયાની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. જેમાં હેલિકોપ્ટર ડીલ પણ સામેલ છે. ભારતીય સેના માટે 150 આર્ટિલરી ગન ખરીદાશે. તેને સ્વદેશમાં જ ડિઝાઇન અને વિકસીત કરાશે. આ આર્ટિલરી ગન્સને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિકસીત કરાશે.

(10:02 pm IST)