Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

તેલંગાણામાં પૂજારીઓને સરકારી કર્મચારી જેટલું વેતન, ઇમામોને પ્રતિ માસ ૫૦૦૦ રૂપિયા મળશે

તેણંગાણા , તા.૨૫: તેણંગાણા સરકારે રાજયમાં મંદિરોના પૂજારીઓને સરકારી કર્મચારીઓની બરોબરીનો પગાર આપવાનો નિર્ણય કર્યો છે, સાથે સાથે ઇમામોને પ્રતિ માસ ૫,૦૦૦ રૂપિયા પગારરૂપે આપવા નક્કી કર્યું છે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું કે આ નિયમ ૧ સપ્ટેમ્બરથી લાગૂ થશે. પૂજારીઓ હિંદૂ મંદિરોમાં પૂજા કરાવે છે જે ધર્મ વિભાગના નિયમ હેઠળ આવે છે. રાવે જણાવ્યું કે તેમની નિવૃત્ત્િ। ઉંમર ૬૫ વર્ષની થશે અને સરકારી કર્મચારીઓના વેતનમાં આવતા ફેરફારો પૂજારીઓની વેતન પર પણ લાગૂ થશે. ઇમામોને ૧ સપ્ટેમ્બરથી દર મહિને પાંચ હજારનું વેતન આપવામાં આવશે. 

નોંધનીચ છે કે પાછળના દિવસોમાં રાવે જાહેરાત કરી હતી કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને દ્યરવપરાશ માટે ૧૦૧ યૂનિટની વીજળી વિનામૂલ્યે અપાઇ છે જે પહેલા ૫૦ યૂનિટ હતી.(૨૨.૧૮)

(3:20 pm IST)