Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

એક જગ્યા એવી જયાં એક પ્લેટ ભોજનની કિંમત ૧ કરોડ રૂપિયાઃ અબજોપતિ પણ રહે છે ભૂખ્યા

સાઓ પાઉલો, તા.૨૫: મોંઘવારીની થપાટ કેવી હોય છે તે જોવું હોય તો દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં પહોંચો. અહીં કરન્સીની હાલાત ખુબ ખરાબ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે કરોડપતિઓ પણ પોતાના પરિવારને બે ટંકનું ભોજન કરાવી શકતા નથી. એ કહેવું જરાય અતિશયોકિત નહીં હોય કે નોટોની વેલ્યુ કાગળ જેવી થઈ ગઈ છે. એક કિલો શાકભાજી ખરીદવા માટે લાખો રૂપિયા આપવા પડે છે. બેગ ભરીને રૂપિયા ઠાલવો તો પણ પરિવારને ભોજન મળતું નથી. દેશની સ્થિતિ એટલી બગડી ગઈ છે કે લોકો વેનેઝુએલા છોડીને પાડોશી દેશ કોલંબિયા ભાગવા મજબુર થઈ ગયા છે. વેનેઝુએલાની સ્થિતિ એવી છે કે અહીં એક બ્રેડની કિંમત હજારો થઈ ગઈ છે. એક કિલો મીટ માટે ૩ લાખ રૂપિયા અને એક લીટર દૂધ માટે ૮૦હજાર રૂપિયા ખર્ચ કરવો પડી રહ્યો છે. અહીંની સરકારે દુનિયાભરના દેશોને ગુહાર લગાવી છે કે તેઓ હાલાત સુધારવામાં મદદ કરે. કોલંબિયાનું કહેવું છે કે માત્ર થોડા દિવસોમાં લગભગ ૧૦ લાખ લોકો તેમના ત્યાં શરણ લઈ ચૂકયા છે. જેના કારણે તેમના પર દબાણ વધી રહ્યું છે.

જાણો સામાનની કિંમત એક કપ કોફી- ૨૫ લાખ એક કિલો મીટ- ૯૫ લાખ એક કિલો આલુ- ૨૦ લાખ એક કિલો ગાજર- ૩૦ લાખ એક કિલો ચોખા- ૨૫ લાખ એક કિલો પનીર ૭૫ લાખ એક કિલો ટામેટા- ૫૦ લાખ એક પ્લેટ નોનવેજ થાળી- એક કરોડ કયા કારણથી બગડી વેનેઝુએલાની સ્થિતિ જાણકારોનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે દ્યટાડા બાદ વેનેઝુએલામાં આર્થિક સંકટ આવ્યું છે. અહીંની સરકારે જરૂરિયાત કરતા વધુ કરન્સી છપાવી દીધી છે. જેના કારણે તેની વેલ્યુ ખુબ ઓછી થઈ ગઈ છે. સરકારની ખોટી નીતિઓના કારણે ભૂખમરા જેવી હાલત થઈ છે. આ કપરી પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માડુરો રાજધાની કરાકસમાં સતત બેઠકો કરી રહ્યાં છે. તેઓ દુનિયાભરના મોટા દેશોને આગ્રહ કરી ચૂકયા છે કે તેઓ મદદ માટે આગળ આવે.

વ્યાપારીઓએ કર્યો સરકારના પગલાનો વિરોધ વેનેઝુએલાની કેન્દ્રીય બેંકે નવા વિનિમય દર હેઠળ બોલિવરનું ૯૬ ટકા સુધી અવમૂલ્યન કર્યુ છે. જે આસમાને પહોંચેલા ફુગાવાને રોકવા માટે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરા દ્વારા થઈ  રહેલા પ્રયત્નોનો એક ભાગ છે. જો કે કારોબારી દિગ્ગજ આ નિર્ણયની આલોચના કરી રહ્યાં છે.

વેનેઝુએલાની કેન્દ્રીય બેંકે યુરોની સરખામણીમાં બોલિવરનો વિનિમય દર ૬૮.૬૫ બોલિવર પ્રતિ ડોલર નક્કી કર્યો. જયારે અમેરિકી મુદ્રાની સરખામણીમાં દર લગભગ ૬૦ બોલિવર પ્રતિ ડોલર બરાબર છે. આ અગાઉ ડોલરક કઈક ૨.૪૮ બોલિવર બરાબર હતો.(૨૨.૧૮)

 

(3:19 pm IST)