Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સંઘે મને આમંત્રણ આપ્યુ હોત તો હું પણ જતો : દિગ્વિજયસિંહ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સંઘના કાર્યક્રમમમાં હાજરી આપવાનો દિગ્વિજયસિંહે કર્યો બચાવ

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સંઘ કાર્યાલય જવાના નિર્ણયનો બચાવ કરી તેમનો પક્ષ લીધો છે. દિગ્વિજયસિંહે પ્રણવ મુખર્જીના આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવા અંગે જણાવ્યુ હતું કે, જો આરએસએસ મને આમંત્રણ આપતુ તો હું પણ તે કાર્યક્રમમાં ગયો હોત

   કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહનુ આ નિવેદન મધ્યપ્રદેશની મહત્વની વિધાનસભાની ચુંટણી પહેલા આવ્યુ છે, જેને લઈ રાજકારણ ગરમાયુ છે. જોકે દિગ્વિજયસિંહે આરએસએસ પર આતંકવાદને વધારવાનો આરોપ પણ લગાવ્યો છે.

(8:30 pm IST)
  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST

  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે. access_time 12:44 am IST

  • અમદાવાદ કોંગ્રેસમાં ભડકો :નવા પ્રમુખ જાહેર થતા દાવેદાર નીરવ બક્ષીનું તમામ હોદ્દા પરથી રાજીનામુ :અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશિકાંત પટેલની પસંદગી બાદ નિરવ બક્ષી નારાજ : તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ફગાવ્યું access_time 1:15 am IST