Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દિલ્હીમાં ભારે વરસાદ અને તોફાનની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી :દેશમાં કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.દિલ્હીમાં ગુરુવારે ભારે વરસાદ અને તોફાનની આશંકા છે ભારતીય હવામાન વિભાગે તે અંગેની ચેતવણી જાહેર કરી છે. જ્યારે ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે જે સીઝનના સરેરાશ તાપમાનથી પાંચ ડિગ્રી વધારે છે

હવામાન વિભાગના અનુમાનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જઇ શકે છે. સવારે ભેજનું પ્રમાણ 58% સુધી નોંધાયું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઘણી ગરમી પડી રહી છે. મંગળવારે સીઝનની સૌથી વધારે ગરમી પડી હતી અને તે દિવસે તાપમાન 40 ડિગ્રીથી વધી ગયું હતું

(11:09 pm IST)