Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

શ્રીલંકા : કોલંબોથી ૪૦ કિ.મી. દુર વધુ એક વિસ્ફોટ

હાઇએલર્ટ : સેના દ્વારા સર્ચ ઓપરેશન

કોલંબો,તા.૨૫ : ઇસ્ટર સન્ડેનાં દિવસે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા પછી ગુરૂવારે પણ શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિમી દૂર પુગોડા વિસ્તારમાં એક ધમાકાની ખબર આવી રહી છે. પોલીસે જણાવ્યું કે આ બ્લાસ્ટ કઇ રીતનો હતો. તેઓ હાલ તેની તપાસ કરી રહ્યાં છે. નોંધનીય છે કે રવિવારે શ્રીલંકામાં થયેલા આઠ બોમ્બ ધમાકામાં અત્યાર સુધી ૩૫૯ લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં ૩૯ લોકો વિદેશી છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે.

મહત્વનું છે કે શ્રીલંકાના પોલીસ ચીફ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે ૧૦ દિવસ પહેલા જ દેશભરમાં એલર્ટ જાહેર કર્યું હતું કે રવિવારે કે તે પહેલા દેશમાં આત્મઘાતી હુમલાખોરો મુખ્ય ચર્ચોને નિશાન બનાવી શકે છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે ભારત તરફથી હુમલાની બે કલાક પહેલા જ શ્રીલંકાને એલર્ટ કરવામાં આવ્યું હતું.

(3:52 pm IST)