Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ચોથા તબક્કામાં ૨૧૦ ઉમેદવારો કલંકિત

ભાજપના બે તૃતીયાંશ, કોંગ્રેસના અડધા ઉમેદવારો સામેલ

નવીદિલ્હી,તા.૨૫ : લોકસભા ચુંટણીના ચોથા તબક્કા હેઠળ નવ રાજયોની ૭૧ લોકસભા બેઠકો પર ૨૯ એપ્રિલે મતદાન થશે. તેમાં  ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની ૧૩-૧૩ બેઠકો,પશ્ચિમ બંગાળની ૮, બિહારની ૫,જમ્મુ  કાશ્મીરની એક ,ઝારખંડની ૩, મધ્યપ્રદેશની ૬, મહારાષ્ટ્રની ૭, ઓરિસ્સાની ૬ બેઠકો સામેલ છે.  આ બેઠકો પર ચુંટણી લડી રહેલ ૯૨૮ ઉમેદવારોને લઇ જારી  એડીઆરના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રિપોર્ટ અનુસાર ૯૨૮માંથી ૨૧૦ એટલે કે ૨૩ ટકા ઉમેદવારો પર  ક્રિમિનલ કેસ દાખલ છે.તેમાંથી ૧૭ ટકા એટલે કે ૧૫૮ ઉમેદવારો પર તો ગંભીર અપરાધિક  કેસ દાખલ છે. એડીઆરે ઉમેદવારોના ઉમેદવારીપત્રક ભરવાની સાથે દાખલ સોગંદ પત્રના આધાર પર આ રિપોર્ટ જારી કરી છે.

ચોથી તબક્કામાં ૧૨ ઉમેદવારો એવા છે જેમના પર અપરાધ સાબિત  થઇ ચુકયા છે.૫ ઉમેદવારો પર હત્યાનો આરોપ છે,૨૪ ઉમેદવારો પર હત્યાના પ્રયાસનો આરોપ  છે.૪ ઉમેદવારો પર ખંડણી માટે અપહરણનો આરોપ છે.૨૧  ઉમેદવારો પર મહિલાની વિરૂધ્ધ અપરાધનો આરોપ છે.૧૬ ઉમેદવારો પર નફરત ફેલાવનારા ભાષણનો આરોપ છે.

રિપોર્ટ અનુસાર ભાજપના ઉમેદવારો પર સૌથી વધુ કેસ છે. જેમાં ભાજપના ૫૭ ઉમેદવારો પર અપરાધિક મામલા ૨૫ છે જયારે ગંભીર આરોપ ૨૦ છે.બસપાના ૫૪માંથી ૧૧ ઉપર અપરાધિક મામલા જયારે ૧૦ ઉપર ગંભીર આરોપ,કોંગ્રેસના ૫૭ ઉમેદવારોથી ૧૮ અપરાધિક મામલા છે જયારે ૯ ઉપર ગંભીર આરોપ છે.શિવસેનાના ૨૧ ઉમેદવારોથી ૧૨ ઉપર અપરાધિક મામલા તથા ૯ ઉપર ગંભીર આરોપ છે. અપક્ષ તરીકે લડી રહેલ ૩૪૬મંાંથી ૬૦ ઉપર અપરાધિક મામલા અને ૪૫ ઉપર ગંભીર આરોપ છે.

(3:34 pm IST)