Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સતત બે મહિના જીએસટી રિટર્ન્સ ફાઇલ નહીં કરનારા બિઝનેસને ર૧ જૂનથી ઇ-વે બિલ્સ જનરેટ કરવા દેવામાં નહીં આવેઃ નાણામંત્રાલય

જીએસટી નિયમો પ્રમાણે બિઝનેસે મહિનાનું રિટર્ન બીજા મહિનાની ર૦મી તારીખ સુધીમાં ફાઇલ કરવાનું હોય છે

નવી દિલ્હી તા. રપ :.. સતત બે મહિના ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) રિટર્ન્સ ફાઇલ નહીં કરે એવા બિઝનેસને ર૧ જુનથી ઇ-વે બિલ્સ જનરેટ કરવા દેવામાં નહીં આવે, એમ નાણામંત્રાલય કહ્યું હતું.

 

જો કે જીએસટી કમ્પોઝિશન સ્કીમ હેઠળના બિઝનેસને તેઓ સતત બે ત્રિમાસીક ગાળા સુધી રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને ઇ-વે બિલ જનરેટ કરવા દેવામાં નહીં આવે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સે (સી.બી. આઇ.સી) ર૧ જૂન, ર૦૧૯ એ નોટિફાય કર્યુ છે કે જીએસટીના નિયમો પ્રમાણેની સમય મર્યાદામાં ટેકસ રિટર્ન્સ ફાઇલ કરવામાં નિષ્ફળ જનારા કન્સાઇનર (માલ મોકલનારા), કન્સાઇની (માલ પ્રાપ્ત કરનારા), ટ્રાન્સપોર્ટર, ઇ-કોમર્સ ઓપરેટર કે કુરિયર એજન્સીને ઇલેકટ્રોનિક વે અથવા ઇ-વે બીલ જનરેટ કરતાં રોકવામાં આવશે.

જીએસટી નિયમો પ્રમાણે બિઝનેસે મહિનાનું રિટર્ન બીજા મહિનાની ર૦ મી તારીખ સુધીમાં ફાઇલ કરવાનું હોય છે. જો કે કમ્પોઝિશન્સ સ્ક્રીમમાં ના બિઝનેસે એક ત્રિમાસીક  ગાળો પુરો થયા બાદ બીજા મહિનાની ૧૮ મી તારીખ સુધીમાં ત્રિમાસીક  રિટર્ન ફાઇલ કરવાનું રહે છે.

ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ નેટવર્ક (જીએસટી)માં એવી ગોઠવણ કરવામાં આવી છે કે ટેકસ રિટર્ન ફાઇલ ન કર્યુ હોય એવા બિઝનેસને ઇ-વે બિલ્સ જનરેટ કરતાં રોકવામાં આવશે. અધિકારીઓ માને છેકે આ પગલાથી જીએસટી ગુપચાવવાની ઘટનાઓને રોકી શકાશે. એપ્રિલ-ડીસેમ્બર દરમ્યાન જીએસટી ગુપચાવવાના કે નિયમ ભંગના ૩૬ર૬ કિસ્સા બન્યા હતાં. જેમાં ૧પ,ર૭૮ કરોડ રૂપિયાની રકમ સંડોવાયેલી હતી. ઇ-વે બિલ સીસ્ટમનો પ્રારંભ ૧ એપ્રિલ, ર૦૧૮ થી કરવામાં આવ્યો હતો, જેને કરચોરી વિરોધી સીસ્ટમ તરીકે જોવામાં આવે છે.  પ૦,૦૦૦ રૂપિયાથી અધિક મુલ્યના માલને એક રાજયમાંથી બીજા રાજયમાં મોકલવા કે રાજયમાં જ હેરફેર માટે ઇ-વે બિલ આવશ્યક છે, જેને માલ વહન દરમ્યાન જીએસટી ઇન્સ્પેકટર માગે તો રજૂ કરવું પડે છે. (પ-૧૩)

કમ્પોઝિશન સ્કીમના કરદાતાઓ માટે રિટર્નની નવી સુવિધા શરૂ

નવી દિલ્હી તા. રપ :.. નાણા મંત્રાલયે જીએસટી હેઠળ કમ્પોઝિશન સ્કીમના કરદાતાઓને રાહત આપી છે. તેમને દર ત્રણ મહિને જાતે અસેસ કરાયેલું રિટર્ન સરળ ફોર્મમાં ભરવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી આ બિઝનેસોએ દર ત્રણ મહિને જીએસટીઆર-૪ ફોર્મમાં રિટર્ન ભરવું પડતું હતું, જે અનેક પાનાનું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સના નોટિફિકેશન મુજબ કમ્પોઝિશન સ્કીમના કરદાતાઓએ દર વર્ષે ૩૦ મી એપ્રિલ સુધીમાં પાછલા નાણાકીય વર્ષનું જીએસટીઆર-૪ ફાઇલ કરવાનું રહેશે.

જીએસટી સીએમપી-૦૮ ફોર્મ કવોર્ટર પુરું થયા પછીના મહિનાની ૧૮ મી તારીખ સુધીમાં ભરવાનું રહેશે. એમાં આઉટવર્ડ સપ્લાય, ઇન્વર્ડ સપ્લાય વગેરે વિગતો ભરવાની રહેશે. નવા ફોર્મેટ મુજબ તેમણે એપ્રિલ-જૂનનું રિટર્ન જુલાઇમાં ભરવાનું રહેશે.

(11:54 am IST)