Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુપ્રિમ કોર્ટને રિમોટથી ચલાવી ન શકાયઃ 'પૈસા-પાવર'થી સંસ્થા ચાલી ન શકેઃ આગ સાથે રમવાનું બંધ થવું જોઇએ

બેંચ ફીકસીંગના આરોપોને લઇને જસ્ટીસ અરૂણ મિશ્રા કાળઝાળ : છેલ્લા ૩-૪ વર્ષથી જે આરોપો લગાવાય છે તેનાથી તો સંસ્થા બંધ થઇ જશે : ફીકસીંગનું ષડયંત્ર રચવાવાળાઓને જેલમાં ધકેલી દેવાશે : સુપ્રિમ કોર્ટના ૪ થી ૫% વકિલ મહાન સંસ્થાનું નામ ખરાબ કરી રહ્યા છે : મામલો ગંભીર છે : તપાસ થશે

નવી દિલ્હી તા. ૨૫ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરૂધ્ધ યૌન ઉત્પીડનના આરોપોને એક વકિલ દ્વારા 'ષડયંત્ર' ગણાવાના દાવાની સુનાવણી દરમિયાન ત્રણ જજોની બેંચ કાળઝાળ જોવા મળી. વકીલ ઉત્સવ બૈંસે સુપ્રીમમાં એક સોગંદનામુ દાખલ કરીને દાવો કર્યો છે કે ચીફ જસ્ટિસ પર આરોપ એક મોટા ષડયંત્રનો ભાગ છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરૂધ્ધ યૌન શોષણના આરોપ લગાવીને કોર્ટમાં ફિકિસંગનું કાવતરૂ રચવાના મામલે સ્પેશ્યલ બેંચે આજે આદેશ પસાર કરશે. ફિકસિંગનો દાવો કરતા વકીલ ઉત્સવ બૈંસે બીજું એક સોગંદનામુ કોર્ટને સોંપ્યું છે. તેને જોયા બાદ કોર્ટે સખ્ત વલણ અપનાવીને કહ્યું કે, છેલ્લા ૩ થી ૪ વર્ષથી જેવી રીતે આરોપ લગાવામાં આવી રહ્યા છે તેનાથી તો આ સંસ્થા ખત્મ થઇ જશે. હવે દેશના ધનવાન અને શકિતશાળી લોકોને કહેવાનો સમય આવી ગયો છે કે હવે આ બંધ થવું જોઇએ. તેઓ આગ સાથે રમી રહ્યા છે.

મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર.એફ.નરીમન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે કહ્યું કે અમે હંમેશા સાંભળીએ છીએ કે બેંચ ફિકિંસગ થઇ રહી છે તે કોઇપણ સંજોગોમાં બંધ થવું જોઇએ. બેંચે કહ્યું કે અમે જજના રૂપમાં ખૂબ જ ચિંતીત છે. જસ્ટિસ અરૂણ મિશ્રાએ તો ત્યાં સુધી કહી દીધું કે, શું અમીર અને ધનિક લોકો દેશ અને કોર્ટને મનીના પાવરથી ચલાવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, વકીલ બૈંસે તેમના સોગંદનામામાં દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરૂધ્ધ યૌન ઉત્પીડનનો આરોપ એક મોટા ષડયંત્રનો ભાગ છે. વકીલે દાવો કર્યો છે કે, તેની પાસે આ વાતના પુરાવા પણ છે. ઉલ્લેખનીય છે કે વકીલ બૈંસના સોગંદનામામાં લાગેલા આરોપોની તપાસ અંગે આજે બે વાગ્યે કોર્ટ પસાર કરશે.

કાળઝાળ નજરે આવી રહેલા જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું, 'લોકો નથી જાણતા કે આગથી રમી રહ્યા છે.' હવે સમય આવી ગયો છે કે હવે અમે ચૂપ રહેશું નહિ. જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું અમીર અને ધનિક લોકો દેશ અને કોર્ટને મની પાવરથી ચલાવા માંગે છે. અનેક ગતિવિધિઓ ખોટી થઇ રહી છે. જ્યારે પણ અમીર અને ધનિક લોકો સાથે જોડાયેલા કેસ આવે છે અને સુનાવણી થવાની હોય છે. લેટર લખવામાં આવે છે. પાવરફુલ લોકો સમજે છે તેઓ કોર્ટ ચલાવી શકે છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સંબોધિત કરીને ગુસ્સામાં કહ્યું કે, છેલ્લા ૩-૪ વર્ષથી

સુપ્રીમ કોર્ટમાં જે ચાલી રહ્યું છે જેવી રીતે આરોપ લગાવામાં આવી રહ્યા છે. એવામાં આ સંસ્થા ખત્મ થઇ જશે. અમે હંમેશા સાંભળીએ છીએ કે બેંચ ફિકિસિંગ થઇ રહી છે તે કોઇપણ સંજોગોમાં બંધ થવું જોઇએ. જજના રૂપે અમે ખૂબ જ ચિંતિત છીએ.

વધુમાં અરૂણ મિશ્રાએ કહ્યું કે, અમીર અને શકિતશાળી લોકો વિચારે છે કે, તેઓ સુપ્રીમ કોર્ટને ચલાવી રહ્યા છે. આ કોર્ટ પૈસા અને પોલિટીકલ પાવરથી ચલાવી શકાય નહીં. અમે દરેક લોકોને સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ. ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરી શકાય નહીં.

(3:26 pm IST)