Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

'' આપ '' એ ૩૦૦૦ જગ્યાએ સળગાવ્યું દિલ્હીને પૂર્ણરાજયનો વાયદો કરનારુ બીજેપીનુ ઘોષણાપત્ર

'આપ' એ રવિવારના દીલ્હીના બધા જ ૭૦ વિધાનસભા ક્ષેત્રોની લગભગ ૩૦૦૦ જગ્યા પર વિરોધ સ્વ રૂપ બીજેપી ના ર૦૧૪ ના ઘોષણાપત્રની પત્રિકા સળગાવી જેમાં દિલ્લીને પૂર્ણ રાજયનો દરજજો  આપવાની વાત લખી હતી. પાર્ટીએ કહ્યું કે બીજેપીના સાતેય સાંસદોએ દિલ્લીને માટે પૂર્ણ રાજયના દરજજાના મુદા સંસદમા  કયારે ઉઠાવ્યા નથી.

(11:55 pm IST)
  • હાર્દિક પટેલ બન્યો કોંગ્રેસનો સ્ટાર પ્રચારક : UPમાં કોંગ્રેસ માટે કરશે પ્રચાર : યુ.પી.ના 40 કોંગ્રેસી સ્ટાર પ્રચારકોમાં ગુજરાતમાંથી માત્ર હાર્દિક પટેલનું નામ : રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, નવજોતસિંહ સિધ્ધુ સહિતના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર access_time 12:12 am IST

  • નીતિ આયોગના ઉપાધ્યક્ષએ કહ્યું રાહુલ ગાંધીની યોજના ચાંદને જમીન પર લાવવા જેવી :રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા લઘુતમ આવક ઉપલબ્ધ કરાવશું :નીતિ આયોગના ઉપાધ્યક્ષ રજઇવકુમારે આ યોજના પર સવાલ ઉઠાવ્યા હતા access_time 12:15 am IST

  • ગરમીમાં શેકાતું ગુજરાત: સુરતના મહુવામાં 40.8 ડિગ્રી તાપમાન, અમરેલી 40, રાજકોટ39. 5ડિગ્રી મહત્તમ તાપમાન : રાજકોટ સહિત કચ્છમાં આજે ગરમીનું ગરમીનું પ્રમાણ વધ્યું છે આજે સૌથી વધુ તાપમાન સુરતના મહુવામાં 40 . ૮ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમરેલી ૪૦ તથા રાજકોટમાં39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે આ ઉપરાંત અમદાવાદ 37 .9 ડીસામાં 37.2 વડોદરા 39.2 ભાવનગર 37.6 પોરબંદર ૩૯ . 6 વેરાવળ ૩૪ .8 ઓખા 30.1 bhuj 38.2 કચ્છના નલિયામાં ૩૭ .5 સુરેન્દ્રનગર 39.1 new કંડલા 39. 6 કંડલા એરપોર્ટ 38.0 ગાંધીનગર 37 .2 દીવ 39.5 અને વલસાડ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે access_time 7:29 pm IST