Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મુલાયમ અને અખિલેશ યાદવની મુશ્કેલીઓ વધીઃ સુપ્રીમે ૧૪ વર્ષ જૂના કેસનો અહેવાલ માંગ્યો

આવક કરતા વધુ સંપતિ મામલે

નવીદિલ્હી, તા.૨૫: આવક કરતા વધુ સંપત્ત્િ। મામલે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને પ્રતિક યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઇને નોટિસ પાઠવી છે અને બે સપ્તાહમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, ૨૦૦૭માં સીબીઆઇએ સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે કેસ બને છે આ માટે નિયમિત કેસ દાખલ કરી તપાસ થવી જોઇએ. હવે કોર્ટ જાણવા માંગે છે કે આ કેસનું શું થયું? કેસ દાખલ કરાયો કે નહીં. આ દરમિયાન મુલાયમ સિંહના વકીલે વિરોધ વ્યકત જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે તમામ સમાચાર પત્રોમાં આ જ સમાચાર હશે. પરંતુ ચીફ જસ્ટિસે  જણાવ્યું હતું કે, સમયથી કોઇ ફરક પડતો નથી, અમારે તો શું થયું એ જાણવું છે.નોંધનીય છે કે, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને પ્રતિક યાદવ વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી આવક કરતા વધારે સંપત્ત્િ। મામલે સીબીઆઇના તપાસ રિપોર્ટની રજુ કરવાના આદેશની માંગણી કરાઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદી દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય એક અરજી પણ સુનાવણી કરી હતી.ચતુર્વેદીએ અગાઉ વર્ષ ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી સીબીઆઇને મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને પ્રીતક યાદવ દ્વારા સત્ત્।ાનો દુરુપયોગ અને કથિત રીતે આવકના અજાણ્યા સ્ત્રોત મારફતે આવક કરતા વધારે સંપત્ત્િ। મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. માર્ચ ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા સીબીઆઇને આદેશ આપ્યા હતા કે તેઓ આરોપોની તપાસ કરે.

(4:19 pm IST)
  • મોદીને હરાવશું નહિ તો અનંતકાળ સુધી વડાપ્રધાન બની રહેશે :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના જુના દાવાને ફરીવાર દોહરાવતા કહ્યું કે જો પીએમ મોદી આ ચૂંટણી જીતી ગયા તો પછી ચૂંટણી થશે જ નહીં access_time 1:41 am IST

  • ગોંડલ નજીક ખીમોરી તળાવ પાસેથી મૃત હાલતમાં નવજાત શીશુ મળ્યું : મૃતક નવજાત શીશુ હાથપગનો ભાગ જનાવરોએ ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યું.:મૃતક નવજાત શીશુને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લભાઈ રાજ્યગુરૂ અને કિશોરભાઈ બાવળિયા એ ગોંડલ સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યું : ગોંડલ તાલુકા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી access_time 12:18 am IST

  • નીતિ આયોગના ઉપાધ્યક્ષએ કહ્યું રાહુલ ગાંધીની યોજના ચાંદને જમીન પર લાવવા જેવી :રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા લઘુતમ આવક ઉપલબ્ધ કરાવશું :નીતિ આયોગના ઉપાધ્યક્ષ રજઇવકુમારે આ યોજના પર સવાલ ઉઠાવ્યા હતા access_time 12:15 am IST