Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગુજરાતમાં બસપા તમામ ૨૬ બેઠક ઉપરથી લડશે : માયાવતી ૧૭ એપ્રિલે આવશે

અમદાવાદમાં ૧૭ એપ્રિલે માયાવતીની જાહેર સભા

નવીદિલ્હી તા ૨૫ :  બસપા ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પરથી ચૂટણી લડશે તેમ જાણવા મળેલ છે. બસપા ના સુત્રો પ્રમાણે માયાવતી ૧૭ એપ્રિલના રોજ અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કરશે. બસપા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને પડકારવાની તૈયારીમાં છે. ગુજરાતમાં ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે. ૨૦૧૪ માં પણ બસપા માટે ૨૬ બેઠકોપર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પણ બધા હારી ગયા હતા.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બસપાને ૧૮૨ પૈકી ૧૩૮ ઉમેદવારો ને મેદાનમાં ઉતાર્યા હતા, બસપા સુત્રોપ્રમાણે માયાવતીએ રાજકોટ અને વડોદરામાં રેલીને સંબોધન કર્યુ હતું છતા બસપા જીતી શકયું નહોતું. ૨૦૧૭ માં પક્ષને ૨.૦૨, ૮૫૫૦ મત મળ્યા હતા. જે ૦.૬ ટકા વોટરો શેર કરી શકાય.

ગુજરાત બસપા  પ્રમુખ અશોક ચાવડાનું કહેવું છે કે , બપસા એકલાહાથે દરેક બેઠક પર લડશું. હમારી સાથે ૧ લાખ કાર્યકરો છે. બસપા તમાર ૨૬ બેઠકો પર ડોર ટુ ડોર પ્રચાર માટે બુથ લેવલના કામો કરશે. તેમનું કહેવું છે કે બસપા ને દલિતોનસ પાર્ર્ટી કહેવી એ ખોટું છે અને ગુજરાતમાં પણ દલિત ન હોય તેને...... અપનાવવાના છીએ. રાજયમાં ૪૫ લાખ દલિત અને ૫૫ લાખ મુસ્લિમો છે તેમનો ટેકો મળી રહેશે.

(11:43 am IST)