Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

હું બ્રાહ્મણ છું :બ્રાહ્મણ ચોકીદાર ના બની શકે :હું સૂચનાઓ આપીશ, ચોકીદારે તેનું પાલન કરવું :સુબ્રહ્મણીયમ સ્વામી

ટ્વીટર પર નામની આગળ ચોકીદાર કેમ નથી લખ્યું ? સુબ્રહ્મણીયમ સ્વામીએ આપ્યો જવાબ

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેં ભી હું ચોકીદાર અભિયાન અંગે એક સવાલના જવાબમાં ભાજપના સાંસદ સુબ્રમણયમ સ્વામીએ કહ્યું હતું કે તેઓ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ ચોકીદાર ન હોઈ શકે. તેમણે એક ચેનલને આપેવા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે શા માટે તેમણે ટ્વીટર પર પોતાના નામની આગળ ચોકીદાર નથી લખ્યું.

 

   સુબ્રમણયમ સ્વામીએ કહ્યું,“ હું બ્રાહ્મણ છું, હું ચોકીદાર ન બની શકું. હું સૂચનાઓ આપીશ અને ચોકીદારે તેનું પાલન કરવું પડશે. ” સોશિયલ મીડિયામાં આ ક્લિપ ખૂબ જ વાઇરલ થઈ રહી છે જેમાં સ્વામી તેમનું લોજિક સમજાવી રહ્યાં છે.
   અત્રે ઉલેલ્ખનીય છે કે કોંગ્રેસે વડાપ્રધાન પર 'ચોકીદાર ચોર હે' આક્ષેપ મૂક્યો હતો. રાહુલ ગાંધી સતત આ વાર તેમની સભાઓમાં કરી રહ્યાં હતા. જેના પ્રત્યુતરના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ ' હા મેં ભી ચોકીદાર' હું અભિયાન શરૂ કર્યુ હતું. આ અભિયાન બાદ કેન્દ્રના તમામ મોટા મંત્રીઓ જેમ કે અરૂણે જેટલી, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, રવિ શંકર પ્રસાદ, સૌએ પોતાના નામ આગળ ચોકીદાર લખ્યું હતું

(10:19 pm IST)