Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલો :DRGના ત્રણ જવાન શહીદ: બે ઘાયલ

નક્સલીઓએ સુકમા જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તારમાંજગરગુંડા અને કન્દેડની વચ્ચે પેટ્રૉલિંગ કરતી જવાનોની ટીમ પર હુમલો કર્યો

છત્તીસગઢના સુકમા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં DRG ના 3 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સુકમા જિલ્લા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે નક્સલીઓએ સુકમા જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તારમાંજગરગુંડા અને કન્દેડની વચ્ચે પેટ્રૉલિંગ કરતી જવાનોની ટીમ પર હુમલો કર્યો હતો.

જવાનો પર આ દરમિયાન નક્સલીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યુ હતુ, જોકે, બાદમાં જવાનોએ મોરચો સંભાળી લીધો અને જોરદાર જવાબ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન નક્સલી સામે લડતા લડતા DRG ના 3 જવાનોને ગોળી વાગી ગઇ હતી, અને ઘટનાસ્થળ પર જ તેઓનો મોત થઇ ગયુ હતુ, વળી, આ હુમલામાં 2 જવાનો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. જેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
બતાવવામાં આવી રહ્યુ છે કે, નક્સલીઓની સાથે જવાનોની રોકાઇ રોકાઇને ફાયરિંગ થઇ રહ્યુ છે. ઘટનાસ્થળ પર જગરગુન્ડા કેમ્પમાથી જવાનોની બેકઅપ ટીમ પણ મોકલવામાં આવી છે. શહીદ જવાનોમાં DRGના એએસઆઇ રામૂરામ નાગ, પ્રધાન આરક્ષક કુંજામ જોગા અને આરક્ષક વંજન ભીમાની શહીદી સામેલ છે. 

સુકમા એસપી સુનીલ વર્માએ બતાવ્યુ કે, જવાબી કાર્યવાહીમાં નક્સલીઓને ભારે નુકશાન પહોંચ્યુ છે. આ અથડામણમાં કેટલીય નક્સલીઓ ઠાર મરાયા છે. જોકે, તેની બૉડી રિક્વર નથી થઇ શકી. ઘટનાસ્થલ પર જવાનો તરફથી બીજી વધુ ટીમ મોકલવામાં આવી છે.  

(9:23 pm IST)