Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટ્રમ્પની મુલાકાતથી પાકિસ્તાન રઘવાયું બન્યું : કાશ્મીરમાં હાઇએલર્ટ:સેનાએ મોરચો સાંભળ્યો

આતંકિઓનું એક જૂથ ટ્રકમાં કાશ્મીર તરફ જતું હોવાના ઇનપુટ : અનેક સ્થળોએ નાકાબંધી : ખીણમાં જતા વાહનોની તપાસ ચાલુ

જમ્મુ-કાશ્મીર: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે, ત્યારે પાકિસ્તાન તેની હરકતોથી સુધરતું નથી  જમ્મુ-કાથુઆ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું એક વાહન કાશ્મીર તરફ જઈ રહ્યું છે તેવી બાતમી પર હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 સ્થાનિક પોલીસ દળ ઘણા સ્થળોએ નાકાબંધી કરીને ખીણમાં જતા વાહનોની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદમાંથી ઘૂસણખોરી બાદ, આતંકીઓનું એક જૂથ એક ટ્રકમાં કાશ્મીર જઇ રહ્યું હતું, જે નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

   સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓને શનિવારે ઇનપુટ્સ મળ્યા હતા કે આતંકીઓની એક ટીમ કાશ્મીર જવા રવાના થઈ છે. ત્યારબાદ પોલીસ અને સુરક્ષાદળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. કઠુઆથી જમ્મુ જતા હાઈવે ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

(12:54 am IST)