Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

દિલ્હીમાં હિંસા ભડકી : હેડ કોન્સ્ટેબલ સહીત ચાર લોકોના મોત : છ પોલીસકર્મી ઘાયલ : અમિતભાઈએ બોલાવી ઇમર્જન્સી મિટિંગ

કેન્દ્રીય ગૃહ સચિવ સ્થિતિ પર કડક નજર રાખશે : કાલે સરકારી અને ખાનગી શાળા બંધ

 

નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં શરૂ થયેલા રમખાણોને અંકુશમાં રાખવા ઉચ્ચસ્તરે મનોમંથન શરૂ કરાયું છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે તાકીદની બેઠક બોલાવી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવ એ.કે. ભલ્લાને પરિસ્થિતિ ઉપર કડક નજર રાખવા જણાવ્યું છે. દરેક પરિસ્થિતિમાં તેમણે શાંતિ માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ પર સંતોષ વ્યક્ત કર્યો હત

દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ 6 પોલીસકર્મી ઘાયલ છે જેની સારવાર મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતકોમાં શાહિદ અને ફુરકન ઉપરાંત હેડ કોન્સ્ટેબલ રતન લાલનો સમાવેશ થાય છે. બીજા મૃતકની ઓળખ થઈ નથી.
દરમિયાન, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું છે કે દિલ્હીના હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વ જિલ્લામાં આવતીકાલે કોઈ સ્કૂલ હોમ પરીક્ષા નહીં લેવાય. તેમજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.

(12:46 am IST)