Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

યુ.એસ.ના લોસ એંજલસમાં ભારતીય મૂળના સ્ટોર કલાર્કની હત્યા : માસ્ક પહેરી આવેલા 2 શખ્સો ગોળીબાર કરી નાસી છૂટ્યા : હજુ 6 મહિના પહેલા જ ભારતથી આવેલા 30 વર્ષીય યુવાન મનિન્દર સિંઘ સાહીનું કરૂણ મોત : યુવાન પત્ની અને 2 માસુમ બાળકો નિરાધાર

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા લોસ એંજલસ ખાતેના ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા ભારતીય મૂળના 30 વર્ષીય યુવાન મનિન્દર સિંઘ સાહી ઉપર વહેલી સવારે સ્ટોરમાં આવેલા 2 શખ્સો ગોળીબાર કરી નાસી છૂટતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારે વહેલી સવારે સ્ટોરમાં આવેલા બે માસ્ક પહેરેલા શખ્સોનો ઈરાદો ચોરી અને લૂંટફાટનો હોઈ શકે તેવું અનુમાન છે.તેઓએ  સ્ટોરમાં ઉભેલા અન્ય બે ગ્રાહકોને કશી ઇજા પહોંચાડ્યા વિના સ્ટોર ક્લાર્ક ઉપર ગોળીબાર કર્યો હતો.અને નાસી છૂટ્યા હતા.
મનિન્દરના અવસાનથી તેમની યુવાન પત્ની અને 2 માસુમ બાળકો નોધારા બની ગયા છે.જેઓ ભારતમાં છે તેમને ઘરખર્ચ માટે મનિન્દર દર મહિને રકમ મોકલતો હતો.

(8:40 am IST)